October 15, 2025
Vartman Pravah
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વાપીની રોફેલ કોલેજમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં જિલ્લા કક્ષાનો 74મો વન મહોત્‍સવ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.04: વલસાડ જિલ્લા કક્ષાનો 74મો વન મહોત્‍સવ આજે તા.5મી ઓગસ્‍ટે શનિવારના રોજ સવારે 9-15 કલાકે વાપી તાલુકાના નામધા – વાપી રોડ પર આવેલી રોફેલ આર્ટ્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના મુખ્‍ય મહેમાન પદે યોજાશે. અતિથિ વિશેષ પદે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, વલસાડ ડાંગના સંસદ સભ્‍ય ડો.કે.સી.પટેલ, ઉમરગામના ધારાસભ્‍ય રમણલાલ પાટકર, કપરાડાના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી, વલસાડના ધારાસભ્‍ય ભરતભાઈ પટેલ અને ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ ઉપસ્‍થિત રહેશે. વલસાડ વન વર્તુળ વિભાગના મુખ્‍ય વન સરંક્ષક એસ. મનિશ્વર રાજાની આ પ્રસંગે પ્રેરક ઉપસ્‍થિતિ રહેશે. આ ઉજવણીમાં જિલ્લાના પ્રજાજનોને મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા વલસાડ જિલ્લા કલેકટરશ્રીક્ષિપ્રા આગ્રે અને સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સરંક્ષક આર.એસ.પુવારે અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દમણ પોલીસ સામાન્‍ય નાગરિકો માટે શ્રેષ્‍ઠ મિત્ર પણ અસામાજિક તત્ત્વો માટે કાળઃ એસ.પી. આર.પી. મીણા

vartmanpravah

બીલીમોરા ખાતે શ્રી સિદ્ધિ વિનાયક રૂરલ ડેવલપમેન્‍ટ ટ્રસ્‍ટ ખાતે મહિલા જાગૃતિ દિવસની ઉમંગભેર ઉજવણી

vartmanpravah

વાપીની શ્રી એલ.જી. હરીઆ સ્‍કુલની વધુ એક સિધ્‍ધિ

vartmanpravah

વાપી ઔદ્યોગિક વસાહત કેન્‍દ્ર શાળાની શિક્ષિકા શાલિનીબેનમનુભાઈ વશીનો નિવૃત્તિ શુભેચ્‍છા સમારોહ યોજાયો

vartmanpravah

સેલવાસ આદિવાસી ભવનનું સંચાલન આદિવાસીઓના હાથમાં સુપ્રત કરવા પ્રશાસનનો ઈરાદો

vartmanpravah

25-નવસારી સંસદીય મતવિસ્‍તાર માટે 35 નામાંકન રજૂ કરાયા: નામાંકનના અંતિમ દિને 24 નામાંકન રજૂ કરાયા

vartmanpravah

Leave a Comment