January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી સહિત નવસારી જિલ્લાના આરોગ્‍ય કર્મચારીઓએ કોરોના દરમિયાન શનિ-રવિની રજાના દિવસોમાં બજાવેલ ફરજનો પગાર લાંબા સમયથી ન ચૂકવાતા કર્મચારીઓમાં જોવા મળેલી નારાજગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.29: કોરોના મહામારી દરમિયાન શનિ-રવિ તથા જાહેર રજાના દિવસો દરમિયાન ફરજ બજાવનાર આરોગ્‍ય વિભાગના મલ્‍ટીપર્પઝ હેલ્‍થ વર્કર, ફિમેલ હેલ્‍થ વર્કર, ફિમેલ હેલ્‍થ સુપરવાઇઝર અને મલ્‍ટી પરપઝ હેલ્‍થ સુપરવાઇઝર સહિતના વર્ગ-3 સવર્ગના કર્મચારીઓને 25/03/2020 થી 15/10/2021 સુધીના સમયગાળા દરમ્‍યાન જાહેર રજા અને રવિવારના દિવસ સહિત કુલ-130 દિવસની બજાવેલ સેવા માટે ખાસ કિસ્‍સામાં જે તે કર્મચારીઓને રજાઓના દિવસે ખરેખર બજાવેલ ફરજના પ્રમાણમાંરજાનો પગાર ચૂકવવા ઠરાવવામાં આવેલ હતું.
આજે રજાના દિવસોમાં ફરજનો પગાર ચૂકવવાનું નક્કી થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં આરોગ્‍ય કર્મચારીઓને આ પગાર ચૂકાયો નથી જો કે નવસારી જિલ્લાના મુખ્‍ય આરોગ્‍ય અધિકારી દ્વારા એપ્રિલ 2023માં આ અંગેની દરેક તાલુકાના આરોગ્‍ય અધિકારીઓ પાસે આવા કર્મચારીઓની વિગત મંગાવી હતી અને પગાર ચૂકવવાની પ્રક્રિયા હાથ ધરી હતી પરંતુ તેના પણ પાંચેક મહિના કરતાં વધુ સમય વિતવા છતાં કોઈ હકારાત્‍મક પરિણામ ન આવતા કર્મચારીઓમાં નારાજગી પ્રવર્તવા પામી છે. વહીવટમાં નવસારી જીલ્લો અગ્રેસર હોવાના બણગા ફૂંકનાર જિલ્લાના ઉચ્‍ચ અધિકારીઓના વહીવટમાં કોરોના મહામારી જેવા કપડાં સમયમાં પોતાના અને પરિવારના જીવની પરવા કર્યા વિના કોરોના સંક્રમણને અટકાવવા ખડે પગે ફરજ બજાવનાર આરોગ્‍ય કર્મચારીઓને રજાના દિવસોમાં ફરજ નો પગાર મેળવવા માટે ઝઝૂમવા પડી રહ્યું છે.
ચીખલી તાલુકામાં એમપીએચડબલ્‍યુ-81,એફએચડબલ્‍યુ -62,સુપરવાઇઝર-14 સહિત કુલ-157 અને નવસારી, જલાલપોર, ખેરગામ, વાંસદા સહિતના સમગ્ર જિલ્લાના 512 જેટલા કર્મચારીઓ છે. ત્‍યારે આ કર્મચારીઓને પોતાના હકના પગાર માટે કેટલો સમય રાહ જોવી પડશે તે જોવું રહ્યું.
જિલ્લાના મુખ્‍યઆરોગ્‍ય અધિકારી ડો.રંગૂનવાલાના જણાવ્‍યાનુસાર કોરોનામાં રજાના દિવસોમાં ફરજ બજાવનાર કર્મચારીઓના પગાર માટે બીલો મુકાયેલા છે અને પાસ થાય એટલે ચૂકવવામાં આવશે. વહીવટી પ્રક્રિયામાં થોડો વિલંબ થઈ શકે છે.

Related posts

હિંમતનગર ફોરેસ્‍ટ કચેરી ખાતે કરુણા અભિયાન 2022 અંતર્ગત મિટિંગ યોજાઈ : કર્મચારીઓને માર્ગદર્શન અપાયું

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા 75મા સંવિધાન દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશમાં નવતર રીતે પ્રવેશોત્‍સવની ઉજવણી કરવા શરૂ થયેલી કવાયતઃ દાનહના ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ સાથે શિક્ષણ નિર્દેશકે કરેલો સંવાદ

vartmanpravah

ઉમરગામના વલવાડાથી 32 વર્ષીય પતિ પત્‍ની અને બે સંતાનો સાથે ગુમ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સીબીએસઈ સ્‍કૂલ સલવાવ વાપીનું ધો. 10 અને 12નું 100% પરિણામ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ આરોગ્‍ય વિભાગને મળેલી રાષ્‍ટ્રીય સ્‍તરે એક સાથે બે સફળતા

vartmanpravah

Leave a Comment