February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના તિથલ ખાતે દરિયાઈ તટ મેરેથોન યોજાઈઃ 1191 દોડવીરો ઉત્‍સાહભેર દોડયા

ડાંગના કલેકટર ડો. વિપિન ગર્ગે ફલેગ ઓફ કરી મેરેથોનને પ્રસ્‍થાન કરાવી પોતે પણ દોડયા

અમુક જગ્‍યાએ ભરતીના પાણી હોવાથી રેતી ભરેલી 200 બેગનો 100 મીટરનો સેતુ બનાવાયો હતો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.0પ: ભારતના માત્ર 3 રાજ્‍ય ગોવા, કેરાલા અને ગુજરાતમાં થતી દરિયાઈ તટ મેરેથોન ગુજરાતમાં એક માત્ર વલસાડના તિથલ અરબ સાગરના કિનારે સતત બીજા વર્ષે વલસાડના સન્‍ડે સ્‍પોર્ટ્‍સ ક્‍લબ દ્વારા તા.5 માર્ચને રવિવારે વહેલી સવારે યોજવામાં આવી હતી. જેમાં 3, 5, 10 અને 21 કિમીની 4 કેટેગરીમાં કુલ 1191 દોડવીરોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. ડાંગ જિલ્લાના કલેકટર ડો. વિપિન ગર્ગના હસ્‍તે ફલેગ ઓફ કરાવવામાં આવ્‍યું હતું સાથે તેઓ પણ આ મેરેથોનમાં સ્‍ફૂર્તિ સાથે દોડયા હતા. આ પ્રસંગે વલસાડ પ્રાંત અધિકારી નિલેશ કુકડીયા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
લોકો સ્‍વાસ્‍થ્‍યને લગતી ટેવ વિકસાવે અને જીવનને તંદુરસ્‍ત બનાવી રાષ્‍ટ્રની ઉન્નતિ માટે કાર્યરત બને એવા શુભ આશય સાથે વલસાડના તિથલસ્‍વામિનારાયણ મંદિરના પટાંગણમાં આયોજિત દ્વિતીય યુફિઝિયો બીચ મેરેથોનમાં સવારે પાંચ વાગ્‍યે ઝૂમ્‍બા સેશન અને સ્‍ટ્રેચિંગ બાદ દોડ માટે સૌ સજ્જ થયા હતા. સ્‍વામિનારાયણ મંદિરથી દીવાદાંડીથી પરત મંદિર માર્ગે સોલ્‍ટી બીચ, સાઈ મંદિર, સુરવાડા, રેન્‍જ ફોરેસ્‍ટ અને મગોદ ડુંગરી માંગેલવાડ સુધી સાડા દશ કિમી બાદ વળતા સ્‍વામિનારાયણ મંદિર સુધીના 21 કિમીના રેતીમય માર્ગમાં અમુક જગ્‍યાએ દરિયાઈ ભરતીના પાણી હતા પણ આગોતરી તૈયારી સ્‍વરૂપે રેતી ભરેલી 200 બેગનો 100 મીટરનો સેતુ રચી દોડવીરોને સલામત માર્ગ આપવામાં આવ્‍યો હતો.
આ સ્‍પર્ધામાં બાળકો, યુવા, યુવતીઓ, વડીલો અને પોલીસ કર્મી, ડોક્‍ટર્સ તેમજ કલેકટર અને મામલતદાર કચેરીના અધિકારી અને કર્મચારીઓ મોટી સંખ્‍યામાં જોડાયા હતા. વલસાડ જિલ્લાના લોકો સ્‍વાસ્‍થ્‍ય પ્રત્‍યે ખૂબ જ જાગૃત છે એ વાતની પ્રતીતિ થઈ આ મેરેથોનથી થઈ હતી. ઉંમરની કેટેગરી મુજબ ત્રણ વિભાગમાં વિજેતાઓને રોકડ ઈનામો, ટ્રોફી અને સન્‍માનપત્ર એનાયત કરવામાં આવ્‍યા હતા. સ્‍વયંસેવક તરીકે વલસાડ એન.સી.સી. કેડેટ્‍સ અને ભીલાડ કોલેજના હોકી ટીમના ભાઈઓ તથા ટીમ એસ.એસ.સી.ના દોડવીર ભાઈઓએ સેવા આપી હતી. આ સેવાને દોડવીરોએ સરાહી હતી. અત્‍યંત સાત્‍વિક સાઉથઈન્‍ડિયન નાસ્‍તા સાથે ઈવેન્‍ટનું સમાપન થયું હતું. અનેક નાના મોટા બેનરો હેઠળ આ સ્‍પર્ધા સફળતાપૂર્વક પાર પડી હતી.
સન્‍ડે સ્‍પોર્ટસ કલબના માર્ગદર્શક નરેશભાઈ નાયકના નેતૃત્‍વમાં ટીમના ચિંતનભાઈ, ત્રિદિપભાઈ, આશિષભાઈ, પ્રજ્ઞેશભાઈ પાંડે, વિમલભાઈ, મિતેશભાઈ, વિનયભાઈ, ભગીરથભાઈ, કિર્તનભાઈ, જિતેનભાઈ, હિતેશભાઈ, યશભાઈ, અશ્વિનભાઈ, અંકુરભાઈ સહિત દરેક સભ્‍યોએ દિવસ રાત મહેનત કરી મેરેથોનને સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

દમણ જિલ્લાના આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ઉર્વશીબેન પટેલનો બિનહરિફ વિજયઃ ફક્‍ત ઔપચારિક સત્તાવાર જાહેરાત બાકી

vartmanpravah

દમણ-દીવ કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલના રોડ શોમાં સેંકડો લોકોએ આપેલી હાજરી

vartmanpravah

દેશના રાષ્‍ટ્રપતિ પદે દ્રૌપદી મુર્મુના વિજયને ચીખલીમાં પરંપરાગત આદિવાસી નૃત્‍ય સાથે મંત્રી નરેશભાઈ પટેલની

vartmanpravah

પારડી હાઈવે ઉપર શનિવારે રાત્રે એક ટેમ્‍પો આઠ કાર સહિત 9 વાહનો ભટકાયા : કોઈ જાનહાની નહીં

vartmanpravah

સુરત દક્ષિણ ઝોન કક્ષાનો કલા ઉત્‍સવમાં વલસાડ જિલ્લાના કપરાડાની વિદ્યાર્થિની પ્રગતિ તૃતીય સ્‍થાને વિજેતા

vartmanpravah

વાપી નગરપાલિકામાં પ્રાદેશિક કમિશ્નર ડો.ડી.ડી. કાપડિયાની ઉપસ્‍થિતિમાં પુરગ્રસ્‍ત વિસ્‍તારમાં કામગીરી કરનાર સફાઈ કામદારોનું કરાયું સન્‍માન

vartmanpravah

Leave a Comment