December 1, 2025
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદેશ

દમણમાં જિલ્લા સ્‍તરીય આંતર શાળા ખો-ખો અને ફૂટબોલની સ્‍પર્ધા યોજાઈ : અંડર 14 છોકરાઓની ખો-ખો સ્‍પર્ધામાં જી.યુ.પી.એસ., મોડલ સ્‍કૂલ નાની દમણ બનેલી વિજેતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.19 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના યુવા બાબતો અને રમત ગમત વિભાગ દ્વારા પ્રદેશમાં રમત ગમત પ્રવૃત્તિ/સંસ્‍કૃતિનો વધુમાં વધુ વિકાસ થાય અને યુવા રમતવીરો તેમનની પ્રતિભા ખિલવે એ હેતુથી સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અનેદિશા-નિર્દેશમાં પ્રદેશના યુવા બાબતો અને રમત-ગમત વિભાગના સચિવ ડૉ. અરૂણ ટી. અને રમત ગમત વિભાગના નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તાના સહકારથી દમણમાં જિલ્લા સ્‍તરીય આંતર શાળા રમત સ્‍પર્ધાઓ યોજવામાં આવી રહી છે.
જેની કડીમાં તા.17 અને 18મી ઓક્‍ટોબરે યોજવામાં આવેલી જિલ્લા સ્‍તરીય આંતર શાળા રમત સ્‍પર્ધામાં અંડર 18 છોકરાઓ માટે ફૂટબોલ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણ જિલ્લાની વિવિધ શાળાની ટીમોએ ભાગ લીધો હતો.
આ ફૂટબોલ સ્‍પર્ધામાં અંડર 19 છોકરાઓમાં ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ અવર લેડી ઓફ ફાતિમા અને કોસ્‍ટગાર્ડ પબ્‍લિક સ્‍કૂલ નાની દમણ વચ્‍ચે રમાઈ હતી. જેમાં ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ અવર લેડી ઓફ ફાતિમા વિજેતા બની હતી અને કોસ્‍ટગાર્ડ પબ્‍લિક સ્‍કૂલ રનર્સ અપ રહી હતી.
આ પહેલાં રમાયેલી મેચમાં ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ અવર લેડી ઓફ ફાતિમા તરફથી જોફિફન ફ્રાંસિસે 02 ગોલ, દિવ્‍યેશ ભિખુએ 01 ગોલ, ધ્રુવ પ્રકાશે 01 ગોલ, અને રાજવીર હેમંતે 01 ગોલ કર્યો હતો. જ્‍યારે કોસ્‍ટગાર્ડ પબ્‍લિક સ્‍કૂલ તરફથી દિવ્‍યાંશ ચૌધરીએ 01 ગોલ, સિદ્ધાર્થ મિશ્રા અને આયામ ગુરૂંગે 01-01 ગોલ ફટકાર્યો હતો. આમ, ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ અવર લેડી ઓફ ફાતિમાએ કોસ્‍ટગાર્ડ પબ્‍લિક સ્‍કૂલ નાની દમણ વિરૂદ્ધ 05-03 ગોલથી જીત મેળવી હતી.
તા.18 અને 19મી ઓક્‍ટોબરના રોજજિલ્લા સ્‍તરીય આંતર શાળા અંડર 14ના છોકરાઓની ખો-ખોની રમત સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણ જિલ્લાની 20 જેટલી શાળાઓએ ભાગ લીધો હતો.
અંડર 14 છોકરાઓની ખો-ખોની રમત જી.યુ.પી.એસ., મોડલ સ્‍કૂલ નાની દમણ અને જી.એચ.એચ.એસ. ઝરી વચ્‍ચે રમાઈ હતી. જેમાં જી.યુ.પી.એસ., મોડલ સ્‍કૂલ વિજેતા બની હતી અને રનર્સ અપ તરીકે જી.એચ.એચ.એસ. ઝરી રહી હતી. જ્‍યારે હોલી ટ્રિનિટી સ્‍કૂલ ત્રીજા ક્રમે રહેવા પામી હતી.
સ્‍પર્ધાની વિજેતા ટીમો અને ખેલાડીઓને ટ્રોફી, મેડલ તથા પ્રમાણપત્ર આપીને પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યાહતા.
આ સમગ્ર દમણ જિલ્લા આંતર શાળા ખો-ખો અને ફૂટબોલ સ્‍પર્ધાને સફળ બનાવવા માટે જિલ્લાની વિવિધ શાળાઓના શારીરિક શિક્ષણ વિભાગના શિક્ષકો અને વિભાગના કોચ તથા કર્મચારીઓએ પોતાનું મહત્ત્વનું યોગદાન પુરૂં પાડયું હતું.

Related posts

દાનહ પ્રશાસન દ્વારા સેલવાસમાં બે ઠેકાણે ગેરકાયદેસરના બાંધકામો તોડી પડાયા

vartmanpravah

ચીખલીના કુકેરીમાં દીપડાએ ઘરની પેજારીમાં ધસી જઈ બેડ સાથે બાંધેલા કુતરા પર કરેલો હુમલો

vartmanpravah

દાનહઃ રાંધામાં ‘‘બાળ વિવાહ મુક્‍ત સંઘપ્રદેશ” અભિયાન અંતર્ગત યોજાયેલી જાગૃતિ રેલી

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપર રેલવે પાટા ક્રોસ કરતા લોકોને જાગૃત કરવા માટે યમદૂતનો નુક્કડ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સાદકપોરમાં રસ્‍તો ક્રોસ કરી રહેલ વૃધ્‍ધને કાર ચાલકે અડફેટે લેતા મોત

vartmanpravah

સેલવાસની તિરુપતિ રેસીડેન્‍સીમાં ભાગવત કથાનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment