Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાંથી રીઢો ટ્રક ચોર ઝડપાયો : 6 મહિનામાં 3 ટ્રક અનેઆઈશર ટેમ્‍પોની ચોરી કરી

આરોપી મોહંમદ ઝાબીર અબ્‍દુલ શેખ પાસેથી ચોરીની ટ્રક
સાથે પોલીસે 47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: એલ.સી.બી. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર બાતમી આધારે યુ.પી.એલ. પુલ પાસેથી નંબર પ્‍લેટ વગરની ટ્રક લઈને આવતા શખ્‍શને પોલીસે ઝડપી પાડયો હતો. પૂછપરછ કરતા આરોપી ટ્રક ચોર ઉમરગામ ડેહલી મુલ્લાપાડા રહેતો મોહંમદ ઝાબીર અબ્‍દુલ શેખની પોલીસે ઓળખ કરી હતી.
એલ.સી.બી. ટીમ પી.આઈ. બારડ, પી.એસ.આઈ. કે.એમ. બેરીયાને બાતમી મળી હતી કે મૂળ યુપીનો મોહંમદ ઝાબીર અબ્‍દુલ ગફાર નામનો ઈસમ નંબર વગરની ટ્રક લઈને આવી રહ્યો છે. પોલીસે ટ્રક અટકાવી અટક કરી હતી. પકડાયેલ મોહંમદ ઝાબીરએ છ મહિના દરમિયાન ત્રણ ટ્રક અને આઈશર ટેમ્‍પો આણંદથી ચોરી કર્યાની કબુલાત કરી હતી. બે ટ્રક બોડીકામ માટે ભિલાડમાં રાખી છે. પોલીસે ત્રણ 15 લાખની નંબર વગરની, એક 7 લાખની, એક 25 લાખની ટ્રક મળી કુલ રૂા.47,01,050 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 1 વાપી જીઆઈડીસી પો.સ્‍ટે., 1 ઉમરગામ પો.સ્‍ટે., 2 સેલવાસ પો.સ્‍ટે.માં આરોપીના નામે ગુના નોંધાયેલા, કલર ચેચીસ બોડી કામ કરાવી ટ્રક વેચી મારતો હતો. વધુ તપાસ માટે એલ.સી.બી.એ આરોપી મોહંમદ ઝાબીરને જીઆઈડીસીપોલીસને સુપરત કર્યો હતો.

Related posts

જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે પી.એમ. મિત્ર પાર્કના કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રએ પત્રકારોને માહિતગાર કર્યા

vartmanpravah

દારૂની હેરાફેરી અંગે સુરત પલસાણાનો પોલીસ કોન્‍સ્‍ટેબલ બુટલેગર બન્‍યો

vartmanpravah

કપરાડામાં રાજ્‍યકક્ષાના પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીના હસ્‍તે રૂા.81 કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

વલસાડમાં રવિવારે સ્‍મશાન ભૂમિમાં 4 હજાર વૃક્ષો રોપાશે, 3 વર્ષ સુધી જતન પણ કરાશે

vartmanpravah

દાદરા દેરાસર મંદિરનો 52મો ધ્‍વજારોહણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ જિ.પં.ના પ્રમુખ અને સભ્‍યપદેથી નવિન પટેલ સસ્‍પેન્‍ડઃ પંચાયતી રાજ સચિવે જારી કરેલો આદેશ

vartmanpravah

Leave a Comment