આરોપી મોહંમદ ઝાબીર અબ્દુલ શેખ પાસેથી ચોરીની ટ્રક
સાથે પોલીસે 47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: એલ.સી.બી. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર બાતમી આધારે યુ.પી.એલ. પુલ પાસેથી નંબર પ્લેટ વગરની ટ્રક લઈને આવતા શખ્શને પોલીસે ઝડપી પાડયો હતો. પૂછપરછ કરતા આરોપી ટ્રક ચોર ઉમરગામ ડેહલી મુલ્લાપાડા રહેતો મોહંમદ ઝાબીર અબ્દુલ શેખની પોલીસે ઓળખ કરી હતી.
એલ.સી.બી. ટીમ પી.આઈ. બારડ, પી.એસ.આઈ. કે.એમ. બેરીયાને બાતમી મળી હતી કે મૂળ યુપીનો મોહંમદ ઝાબીર અબ્દુલ ગફાર નામનો ઈસમ નંબર વગરની ટ્રક લઈને આવી રહ્યો છે. પોલીસે ટ્રક અટકાવી અટક કરી હતી. પકડાયેલ મોહંમદ ઝાબીરએ છ મહિના દરમિયાન ત્રણ ટ્રક અને આઈશર ટેમ્પો આણંદથી ચોરી કર્યાની કબુલાત કરી હતી. બે ટ્રક બોડીકામ માટે ભિલાડમાં રાખી છે. પોલીસે ત્રણ 15 લાખની નંબર વગરની, એક 7 લાખની, એક 25 લાખની ટ્રક મળી કુલ રૂા.47,01,050 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 1 વાપી જીઆઈડીસી પો.સ્ટે., 1 ઉમરગામ પો.સ્ટે., 2 સેલવાસ પો.સ્ટે.માં આરોપીના નામે ગુના નોંધાયેલા, કલર ચેચીસ બોડી કામ કરાવી ટ્રક વેચી મારતો હતો. વધુ તપાસ માટે એલ.સી.બી.એ આરોપી મોહંમદ ઝાબીરને જીઆઈડીસીપોલીસને સુપરત કર્યો હતો.