Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં રવિવારે સ્‍મશાન ભૂમિમાં 4 હજાર વૃક્ષો રોપાશે, 3 વર્ષ સુધી જતન પણ કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: ‘‘મન કી બાત”માં વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ મિયાવાકી જંગલના ફાયદા વિશે વાત કરી તથા તેના પ્રસાર પર ભાર મૂકયો હતો. આ વર્ષે ગુજરાત સરકારદ્વારા ‘‘વન કવચ”ની થીમ પર મિયાવાકી પધ્‍ધતિથી વૃક્ષારોપણ થયુ હતું. ત્‍યારે વલસાડના કૈલાસ રોડ પર સ્‍થિત સ્‍મશાન ભૂમિમાં તા.24 સપ્‍ટેમ્‍બરના રોજ સવારે 9-45 કલાકે બીલીમોરાના હરિયાળી ગૃપ ટ્રસ્‍ટ દ્વારા 80 થી 85 જાતના કુલ 4 હજાર વૃક્ષો રોપવામાં આવશે. બે વર્ષ પહેલા આંતલિયા જીઆઈડીસીમાં એક અનોખો પ્રયોગ કરવામાં આવ્‍યો હતો. જેમાં -47 ડિગ્રી તાપમાનથી લઈ ૅ47 ડિગ્રી સુધીના તાપમાનમાં જાત જાતના વૃક્ષો રોપવામાં આવ્‍યા અને અચંબામાં પડી જવાય એવું પરિણામ મળ્‍યું હતું. આ સફળ પ્રયોગ પછી બીલીમોરા હરિયાળી ગૃપ દ્વારા વલસાડમાં પણ રવિવારે 4000 વૃક્ષોનું વાવેતરની સાથે 3 વર્ષ સુધી તેનું જતન પણ કરવામાં આવશે. જે આવનાર સમયમાં વલસાડના પર્યાવરણ અને પ્રકળતિ પ્રેમીઓ માટે નવલું નજરાણું ગણાશે.

Related posts

એક એવું પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર કે, જ્‍યાં ગાંધીજીના ગ્રામ સ્‍વરાજનું સ્‍વપ્‍ન સાકાર કરવા અધિકારી- કર્મીઓ આપે છે પરીક્ષા

vartmanpravah

પારડી તાલુકા અને નગરપાલિકા ખાતે 76મા સ્‍વાતંત્રય દિનની કરાયેલી ઉજવણી

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વાપીમાં ૨ દિવસીય યોગ શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી મેરેથોનમાં મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ દેગામનાં 23 દિવ્‍યાંગ બાળકોએ આત્‍મવિશ્વાસ અને ઉત્‍સાહ સાથે ભાગ લીધો

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલા સ્‍વાગત કાર્યક્રમમાં 33 પૈકી 30 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

ડહેલીથી મળેલા મૃતક અશોકભાઇ અંગે

vartmanpravah

Leave a Comment