દારૂ હેરાફેરી 90 હજારના સેટીંગ બાદ કોન્સ્ટેબલનો ફન્ટરીયો ધરમપુર ચોકડી ઉપર બાકીના 60 હજારની લાંચ લેતો ઝડપાયો
કોન્સ્ટેબલ ભગીરથસિંહ ચુડાસમાએ 1 પેટી ના હજારની ગોઠવણી કરી ફરિયાદીને 12 પેટી દારૂ અપાવ્યો હતો : લાંચની રકમ સ્વિકારતા ફન્ટર હાર્દિક રાજુ તિવારી ધરમપુર ચોકડીથી ઝડપાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05: સમગ્ર પોલીસ વિભાગને કલંકિત કરતો બનાવ આજે ધરમપુર હાઈવે ચોકડી ઉપર ઉજાગર થયો હતો. પલસાણા સુરત ગ્રામ્ય પોલીસ કોન્સ્ટેબલ દારૂની હેરાફેરી કરવા માટે લાઈનઅપ કરવા પેટે રૂા.90 હજારમાં સેટીંગ કરીને 12 પેટી દારૂ અપાવ્યો બાદ બાકીના 60 લેવા માટે કોન્સ્ટેબલએ મોકલેલ ફન્ટરીયો એ.સી.બી.એ ધરમપુર ચોકડી ઉપર ગોઠવેલ છટકામાં આબાદ ઝડપાઈ ગયો હતો જ્યારે કોન્સ્ટેબલને વોન્ટેડ જાહેર કરાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ સુરત પલસાણા ગ્રામ પોલીસમાં વર્ગ-3 કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો ભગીરથસિંહ ચુડાસમાએ ફરિયાદીને દારૂની હેરાફેરી અંગે ત્રાગુ ગોઠવી આપવાનું સ્વિકાર્યું હતું તે માટે પેટી દીઠ 1 હજાર આપવા પડશે તે માટે 90 હજારની માંગણી કરી હતી. નક્કી થયા મુજબ ફરિયાદીને 12 પેટી દારૂ પણ અપાવ્યો હતો. નક્કી થયા મુજબ ફરિયાદીએ 30 હજાર મોબાઈલ પે થી કોન્સ્ટેબલને ચૂકવી દીધા હતા. બાકીના 60 હજાર માટે ફરિયાદીને ફોન કરી પલસાણા બોલાવ્યો હતો. ફરિયાદીતેના મિત્ર યુવરાજસિંહની કેશ કારમાં ભગીરથને મળ્યો હતો ત્યારે લાંચીયા કોન્સ્ટેબલએ ફરિયાદી પાસેથી કાર પડાવી કબજે કરી લીધી હતી. 60 હજાર આપીશ ત્યારે કાર મળશે તેવુ જણાવ્યું હતું તેથી ફરિયાદીએ એ.સી.બી.નો અંતે સંપર્ક કર્યો અને ફરિયાદ આપેલ તેથી એ.સી.બી. પી.આઈ. સક્સેના એ.સી.બી. સ્ટાફ આર.આર. ચૌધરીની ટીમે ધરમપુર ચોકડી બી.જી. પોઈન્ટ બિલ્ડીંગ બાલાજી સાઉથ ઈન્ડિયન રેસ્ટોરન્ટમાં છટકું ગોઠવ્યું હતું. કોન્સ્ટેબલનો ફન્ટર-મળતીયો હાર્દિક રાજુ તિવારી લાંચની બાકી રકમ સ્વિકારતા પોલીસે ઝડપી લીધો હતો. હાર્દિક તિવારી રહે.તિથલ રોડ, ગુજરાત હાઉસીંગની અટક કરી હતી. જ્યારે સ્થળ ઉપર નહીં મળેલ કોન્સ્ટેબલ ભગીરથને વોન્ટેડ જાહેર કરાયો હતો.