October 13, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિ.પં.ના પ્રમુખ અને સભ્‍યપદેથી નવિન પટેલ સસ્‍પેન્‍ડઃ પંચાયતી રાજ સચિવે જારી કરેલો આદેશ

ખંડણીના ગુનામાં ધરપકડ થતાં નવિન પટેલની દિન-પ્રતિદિન વધી રહેલી મુશ્‍કેલીઓઃ જિલ્લા પંચાયતના પ્રમુખ અને સભ્‍યપદેથી પાંચ વર્ષ માટે ગેરલાયક શા માટે નહીં ઠેરવવા? જારી કરાયેલી કારણદર્શક નોટિસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13 : ખંડણીના ગુનામાં ધરપકડ કરાયેલા નવિન પટેલને દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ પદેથી અને દમણ જિલ્લા પંચાયતના વોર્ડ નં.1/16ના સભ્‍ય પદેથી તાત્‍કાલિક અસરથી સસ્‍પેન્‍ડ કરવાનો આદેશ આજે સંઘપ્રદેશના પંચાયતી રાજ સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતે કર્યો હતો.
પંચાયતી રાજસચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતે નવિન પટેલને જિલ્લા પંચાયતના પ્રમુખ અને સભ્‍ય પદેથી પાંચ વર્ષ માટે શા માટે ગેરલાયક નહીં ઠેરવવા? તે બાબતે કારણદર્શક નોટિસ પણ પાઠવી છે.
દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ નવિન પટેલની મુશ્‍કેલીઓ દિન-પ્રતિદિન વધતી જઈ રહી હોવાનું દેખાઈ રહ્યું છે. તેમની ખંડણીના ગુના હેઠળ ગઈકાલે દમણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

Related posts

દીવ ખાતે G-20 સમિતિના પ્રતિનિધિઓનું ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

ઉમરગામ પાલિકાના પ્રમુખનો તાજમનીષ રાયના શિરે અને ઉપ પ્રમુખ તરીકે જયશ્રીબેન માછી

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણમાં દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં વિશ્વ એઈડ્‍સ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

નવસારી અને વલસાડ જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે જિલ્લા કલેકટરો સાથે મુખ્‍યમંત્રીએ ટેલિફોન પર વાત કરી સતકર્તા અને તકેદારી રાખવા સૂચના આપી

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ પ્રિપ્રાયમરી સ્‍કૂલમાં બાલદિનની અનોખી ઉજવણી

vartmanpravah

Leave a Comment