
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.03 : દમણ બાલ ભવન દ્વારા જુનિયર ડાન્સ ગ્રુપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દમણની સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળા, ડાભેલના વિદ્યાર્થીઓએ દમણ જિલ્લાની તમામ શાળાઓની સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી ડાભેલ વિદ્યાલયનું નામ રોશન કર્યું છે. શાળાના શિક્ષિકા શ્રીમતી ચૈતાલી કબીરીયાએ તમામ વિદ્યાર્થીઓને સ્પર્ધા માટે માર્ગદર્શન આપીને તૈયાર કર્યા હતા. આ સ્પર્ધામાં સમગ્ર દમણ જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરવા બદલ શાળાના મુખ્ય શિક્ષકશ્રીએ તમામ વિદ્યાર્થીઓ લકી, અંશિકા, નિધિ, પ્રિયાંશી, કાજલ અને જુહીને અભિનંદન પાઠવ્યા હતા અને પ્રોત્સાહન સાથે શુભેચ્છા પાઠવી હતી.

