Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરસાડીમાં શ્રાવણ માસમાં જુગાર રમતા નવને પોલીસે ઝડપ્‍યા, એક થયો ફરાર

પારડી પોલીસે રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન ચાર મો.સા. મળી કુલ રૂા.1,67,200નો મુદ્દામાલ જપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.04: શ્રાવણ માસમાં જુગારની મોસમ પૂરબહાર ખીલી છે. ત્‍યારે પારડી પોલીસે જુદા જુદા સ્‍થળોએ દરોડાઓ પાડી જુગારીઓને ઝડપી પાડ્‍યા છે. ત્‍યારે ફરી ઍકવાર પારડી પોલીસ મથકના પી.આઈ બી.જે.સરવૈયા તેમના સ્‍ટાફના પોલીસ કોન્‍સ્‍ટેબલ ક્રિપાલસિંહ, હેડ કોન્‍સ્‍ટેબલ કંચનભાઈ, હેડ કોન્‍સ્‍ટેબલ પ્રદીપસિંહ સહિતની ટીમ સાથે પેટ્રોલીંગ ફરી રહ્યા હતા. આ દરમિયાન મળેલી બાતમી આધારે ઉમરસાડી ગામ ઝરી ફળીયામાં અરવિંદભાઈ રમેશભાઈ નાયકાના ઘરની બાજુમાં આવેલ પતરાના શેડ નીચે ખુલ્લામાં જુગાર રમતા જુગારીયાઓ પાસે દરોડા પાડ્‍યા હતા અને ત્‍યાં ગંજી-પત્તા વડે પૈસાનો હાર-જીતનો જુગાર રમતા (1) મુકેશભાઈ અશ્વિનભાઈ નાયકા ઉ.વ.29, રહે.પલસાણા ગામ, નવીનગરી ફળીયા પારડી (2) મનિષભાઈ ભાયલાભાઈ નાયકા ઉ.વ.33 રહે.ઉમરસાડી ગામ, સાગીયા ફળીયા પારડી (3) ઠાકોરભાઈ રવુભાઈ નાયકા ઉ.વ.45 રહે.ઉમરસાડી ગામ, ઝરી ફળીયા પારડી (4) જીગરભાઈધર્મેશભાઈ નાયકા ઉ.વ.21 રહે.ઉમરસાડી ગામ, ઝરી ફળીયા પારડી (5) રાકેશભાઈ જગદીશભાઈ નાયકા ઉ.વ.36 રહે.તીઘરા બ્રાહ્મણ ફળિયા પારડી મૂળ રહે.કાપોદ્રા સુરત (6) ધર્મેશભાઇ ઉર્ફે પપ્‍પુભાઈ ધીરૂભાઈ નાયકા ઉ.વ.37 રહે.ઉમરસાડી ગામ, ઝરી ફળીયા પારડી (7) ધર્મેશભાઈ મણીયાભાઈ નાયકા ઉ.વ.42 રહે.ઉમરસાડી ગામ, ઝરી ફળીયા પારડી (8) ભીખુભાઈ ધીરૂભાઈ નાયકા ઉ.વ.40 રહે.દિવેદ ગામ, આશાનગરી ફળીયા વલસાડ (9) નટુભાઈ છીબાભાઇ નાયકા ઉ.વ.62 રહે. ભગોદ ગામ, ઈશ્વર ફળીયા વલસાડ મળી નવ જુગારીઓને ઝડપી પાડ્‍યા હતા અને એક જુગારી અજયભાઈ બિપીનભાઈ નાયકા રહે.ઉમરસાડી ગામ, સીમ્‍પી ફળીયા પારડી ભાગી છૂટતા તેને વોન્‍ટેડ જાહેર કરવામાં આવ્‍યો છે. પોલીસે ઝડપાયેલા જુગારીયાઓ પાસે અંગઝડતી કરી રોકડા રૂા.19750, દાવ પર મૂકેલા રૂા.1050, આઠ મોબાઈલ નંગ જેની કિંમત રૂા.25,500/- ચાર મોટર સાયકલ કિંમત રૂા.1,20,000/- મળી પોલીસે કુલ રૂા.1,67,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ઝડપાયેલા તમામ વિરુદ્ધ વિવિધ જુગારધારાની કલમ મુજબ ગુન્‍હો દાખલ કરી પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

સમરોલી ગામે મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ઉતરાવી બે ઠગ ફરાર થઈ ગયા

vartmanpravah

સામાજિક વ્યવહાર પરિવર્તન દ્વારા આરોગ્યલક્ષી સેવા લોકો સુધી પહોંચાડવા વલસાડમાં આશા ફેસીલીટેટરોને તાલીમ અપાઈ

vartmanpravah

મુંબઈ અંધેરીની હોટલને બોમ્‍બ મુકી ઉડાવી દેવાની ફોનથી ધમકી આપી ખંડણી માંગનાર બે આરોપી વાપીના છીરીથી ઝડપાયા

vartmanpravah

સંઘપ્રદેશના પૂર્વ પ્રશાસક સત્‍ય ગોપાલ સામે જારી થયેલું ધરપકડ વોરંટ

vartmanpravah

સંઘપ્રદેશના મહિલા અને બાળ વિકાસ વિભાગની ઉત્‍કૃષ્ટ પહેલ દાનહ અને દમણની 365 આંગણવાડીઓમાં બાળકોને અક્ષય પાત્ર યોજના દ્વારા સ્‍વાદિષ્‍ટ અને પૌષ્‍ટિક મધ્‍યાહન ભોજન આપવામાં આવશે

vartmanpravah

વાપી ચલામાં મા જનમ ટ્રસ્‍ટ દ્વારા શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવના સહયોગથી ‘‘રાસ રસિયા” નવરાત્રી મહોત્‍સવ ઉજવાશે

vartmanpravah

Leave a Comment