October 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા અગામી 5મી મેએ યોજાનારો સમૂહ લગ્ન મહોત્‍સવ

સમૂહ લગ્નમાં ભાગ લેવા ઈચ્‍છુકોએ ભરતભાઈ પટેલ અને રમેશભાઈ પટેલના મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરવા જણાવાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 19 : દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા 5મી મે, 2023ના રોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાની જાણકારી આજે આપવામાં આવી હતી.
દમણ જિલ્લા કોળી પટેલ સમાજના પ્રમુખ તરીકે ડો. નાનુભાઈ પટેલે સંભાળેલા અખત્‍યાર બાદ તેમણે સમાજની દશા અને દિશા બદલવા શરૂ કરેલા પ્રયાસના ભાગરૂપે કોળી પટેલ સમાજ દ્વારા સમૂહ લગ્ન સમારંભનું પણ આયોજન હાથ ધરાયું છે.
અગામી તા.5મી મે, 2023ના રોજ યોજાનારા સમૂહ લગ્નમાં ભાગ લેવા માટે ઈચ્‍છા ધરાવતા લગ્ન ઈચ્‍છુકોને શ્રી ભરતભાઈ પટેલ મોબાઈલ નં.76240 00021 અને શ્રી રમેશભાઈ પટેલનો મોબાઈલ નં. 98258 69948 ઉપર સંપર્ક કરી પોતાની ઉમેદવારી નોંધાવવા જણાવાયું છે.
ડો. નાનુભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને આજે મળેલી બેઠકમાં તેજસ્‍વી તારલાઓના કરાયેલા સન્‍માનસમારંભ તથા શ્રીમદ્‌ ભાગવત કથાના કરાયેલા સફળ આયોજન અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં પ્રમુખ ડો. નાનુભાઈ પટેલ ઉપરાંત ટ્રસ્‍ટી શ્રી જયંતિભાઈ પટેલ, ટ્રસ્‍ટી શ્રી ઈશ્વરભાઈ પટેલ, ઉપ પ્રમુખ શ્રી ઉમેશ પટેલ, ઉપ પ્રમુખ શ્રી જીજ્ઞેશ પટેલ, સચિવ શ્રી કાંતિભાઈ પટેલ, સમૂહ લગ્નના પ્રભારી શ્રી ભરતભાઈ પટેલ, કોષાધ્‍યક્ષ શ્રી રમેશભાઈ પટેલ, શ્રી ઈશ્વરભાઈ ભાણાભાઈ પટેલ, શ્રી વાસુભાઈ પટેલ, શ્રી પ્રવિણભાઈ પટેલ, શ્રી રમેશભાઈ (સોમાભાઈ) પટેલ, શ્રી ભૂપેનભાઈ પટેલ, શ્રી સંજય પટેલ, શ્રી દીપેશ પટેલ, શ્રી સુભાષ પટેલ અને શ્રી ઉપેન્‍દ્ર કેશવ પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કપરાડા કુંભઘાટ ઉપર કપાસ ભરેલી ટ્રક પલટી મારી જતા અકસ્‍માત સર્જાયો: ડ્રાઈવર-ક્‍લિનરનો અકસ્‍માતમાં આબાદ બચાવ થયો

vartmanpravah

દાનહ જિલ્લા ન્‍યાયાલયનો ચુકાદો ખાનવેલના રુદાના ગામના બળાત્‍કારના આરોપીને 12વર્ષની કેદ અને રૂા.15 હજારનો દંડ

vartmanpravah

‘રાષ્ટ્રીય રક્ષા સંઘ’ દ્વારા તેના ચોથા સ્‍થાપના દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના 67મા સ્‍થાપના દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા સ્‍ટાર્ટઅપ પોલિસી અંગે સફળ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કુટણખાનું ચાલતું હોવાની બાતમીના આધારે ચીખલીના દેગામમાં સરપંચ અને ગ્રામજનોએ છાપો મારતા એક કપલ મળી આવતા મચેલો હોબાળો

vartmanpravah

Leave a Comment