December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

176-ગણદેવી વિધાનસભા બેઠક પર કોંગ્રેસની પાણીખડક ખાતે યોજાયેલી જાહેર સભામાં હજારોની સંખ્યામાં ઉમટી પડેલી જનમેદની

કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલની જાહેર સભામાં ઉપસ્‍થિત ‘આપ’ના હોદ્દેદારો, કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરતો વીડિયો વાયરલ થયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.17: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્‍યારે તમામ રાજકીય પક્ષે ચૂંટણીનો પ્રચાર જોરશોરથી શરૂ કરી દીધો છે ત્‍યારે પક્ષ પલટાની મોસમ પણ જોરશોરથી ચાલી રહી છે. જેમાં ખેરગામના પાણીખડક ગામે તાત્‍યા ભીલ સર્કલ પાસે લોકનેતા અનંત પટેલની સંઘર્ષયાત્રા રાત્રી દરમિયાન પહોંચી હતી. જેમાં 177-વાંસદા-ચીખલી વિધાનસભા અને 176-ગણદેવી વિધાનસભામાં આવતી બેઠક પરનાં કોંગ્રેસના ઉમેદવારો અનંત પટેલ અને ગણદેવી વિધાનસભાનાં ઉમેદવાર અશોક કરાટે આમ બન્ને વિધાનસભાની જાહેર સભા માટે ખેરગામ – પાણીખડક ખાતે રાત્રિ દરમિયાન કોંગ્રેસની જાહેરસભા વાંસદા – ચીખલીનાં ઉમેદવાર તેમજ ગણદેવી વિધાનસભાનાં ઉમેદવાર અશોક કરાટે તેમજ કોંગ્રેસના તાલુકા પ્રમુખ સહિત આગેવાનીમાં યોજાઈ હતી. જેમાં મોટી સંખ્‍યામાં ચીખલી તાલુકા તેમજ ગણદેવી તાલુકામાંથી કોંગ્રેસના કાર્યકરોની જનમેદની ઉમટી પડી હતી. જ્‍યારે ખેરગામ તાલુકાના કેટલાક ગામો 176-ગણદેવી વિધાનસભામાં આવતા આ સભા પાણીખડક ખાતે રાખવામા આવતાં લોકોની જનમેદની ઉમટી પડી હતી.
આ પ્રસંગે ગણદેવી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અશોક પટેલ, ખેરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શશીન પટેલ, ચીખલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈશ્વર પટેલ, ચીખલી તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ વલ્લભ દેશમુખ, વાંસદા વિધાનસભાના યુથ કોંગ્રેસના પ્રમુખ અમિષ પટેલ, ગણદેવી વિધાનસભાના યુથ કોંગ્રેસના પ્રમુખ નેહલ પટેલ,ખેરગામ તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ પૂરવ તલાવિયા, સહિત કોંગ્રેસનાકાર્યકરો અને આગેવાન તેમજ આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિતિ રહ્યા હતા.
જાહેર સભામાં હજારોની જનમેદની વચ્‍ચે આમ આદમી પાર્ટીના જિલ્લા સેક્રેટરી તેમજ તાલુકાના પ્રમુખો સહિત હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્‍યામાં કોંગ્રેસનો ખેસ ધારણ કરી વિધિવત કોંગ્રેસમાં જોડાયા છે. ચીખલી અને ખેરગામ તાલુકાના મોટેભાગના ‘આપ’ના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે તેવું 177-વાંસદા વિધાનસભા બેઠકના ઉમેદવાર અનંતભાઈ પટેલે જણાવ્‍યું હતું.

Related posts

દાદરા નગર હવેલીના જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીદામજીભાઈ કુરાડાએ સામરવરણી-ખાનવેલ તરફ જતા ખખડધજ અને દયનીય અતિ બિસ્‍માર રસ્‍તાનું નિરીક્ષણ કર્યું

vartmanpravah

નવસારી જિલ્લાની ચારેય વિધાનસભા બેઠકમાં આદર્શ મતદાન મથક ઉભું કરતું ચૂંટણી તંત્ર

vartmanpravah

સરીગામ જીઆઈડીસી ખાતે ૮મી જૂને ઔદ્યોગિક દુર્ઘટનાની મોકડ્રીલ યોજાશે

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘થીમ એન્‍ડ બિઝકિડ્‍સ બજાર’ કાર્યક્રમનું આયોજન થયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં હડતાલ મોકુફ રહ્યાની જાણ ન થતા સી.એન.જી. પમ્‍પ પર વાહનોની ગુરૂવારે કતારો

vartmanpravah

અરનાલા ગ્રામ પંચાયતનું બજેટના મંજૂર થયું

vartmanpravah

Leave a Comment