January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના વાસોણામાં ડી.જે.ના સામાન ચોરીના ગુનામાં બે આરોપીની દાનહ પોલીસે કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.19: દાદરા નગર હવેલીના વાસોણા ગામ ચાર રસ્‍તા નજીક ડિસ્‍ક જોકી (ડી.જે.)ની દુકાનનું શટર તોડી અજાણ્‍યા ઈસમો ચોરી કરી ગયા હોવાની ફરિયાદ રખોલી પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ હતી. આ ચોરીમાં સંકળાયેલા બે આરોપીઓની મુદ્દામાલ સાથેધરપકડ કરવામાં આવી છે. ફરિયાદી નરેન્‍દ્ર અશોકભાઈ પટેલ રહેવાસી રખોલી પટેલપાડા જેઓની ગત 16 સપ્‍ટેમ્‍બરના રોજ મોડી રાત્રે વાસોણા ચાર રસ્‍તા નજીક ડી.જે.ના સામાનની દુકાનનું શટર તોડી અજાણ્‍યા ઈસમો ચોરી કરી ગયા હતા. જેમાં વિવિધ પ્રકારના એમ્‍પ્‍લીફાયર, એલઈડી લાઈટ, ડી.જે. મિક્‍સર, લેપટોપ મળી અંદાજીત 6,24,500 રૂપિયા અને રોકડ 52હજાર મળી કુલ 6,67,500રૂપિયાનો સામાન ચોરી થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આઈપીસીની 457, 380 કલમ મુજબ ગુનો નોંધી પીએસઆઈ શ્રી નિલેશ કાટેકર અને એમની ટીમે વધુ તપાસ હાથ ધરી હતી. દરમ્‍યાન આરોપી જયેશ ત્રંબક નિકુલે (ઉ.વ.22) અને સ્‍વપ્‍નિલ ત્રંબક નિકુલે બંન્ને રહેવાસી ગડચિચલે તા. દહાણુ જિ.પાલઘર-મહારાષ્ટ્ર જેઓની 18નવેમ્‍બરના રોજ ધરપકડ કરી તેઓ પાસેથી અંદાજીત 5,28,500રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્‍યો હતો. આ સામાન બોરીપાડાના દૂધની સ્‍થિત આરોપી જયેશ નિકુલેના સાસરામાં રાખવામા આવ્‍યો હતો.
========

Related posts

સંઘપ્રદેશમાં સેવા પખવાડા દરમિયાન યોજાનારા કાર્યક્રમની રૂપરેખા તૈયારઃ ટી.બી. અને કુપોષણમુક્‍ત પ્રત્‍યેક જિલ્લો બનાવવા સંકલ્‍પ

vartmanpravah

બીલીમોરા સહિત ચીખલી પંથકમાં રક્ષાબંધનની પૂર્વ સંધ્યાઍ રાખડી – મીઠાઈ ખરીદવા બજારોમાં ઉમટેલી ભીડ

vartmanpravah

પાલઘરના મનોર ખાતે ખાડીમાં માછીમારી કરવા ગયેલ યુવક પર શાર્કનો હુમલો

vartmanpravah

પારડીના પરિવારે દીકરાની વર્ષગાંઠ નિરાધાર અને જરૂરીયાતમંદ બાળકો વચ્‍ચે ઉજવી નવો રાહ ચીંધ્‍યો

vartmanpravah

ઉમરગામ પાલિકાના પ્રમુખનો તાજમનીષ રાયના શિરે અને ઉપ પ્રમુખ તરીકે જયશ્રીબેન માછી

vartmanpravah

‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ’ના ઉપલક્ષમાં દમણ કોસ્‍ટગાર્ડ એરપોર્ટના નવા રન-વે ઉપર યોજાયો યોગ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment