September 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બગવાડા પાસે બાઈક અને કન્‍ટેનર વચ્‍ચે અકસ્‍માત: પાછળ બેઠેલા બાઈક સવારનું સ્‍થળ પર જ મોત, ચાલક ગંભીર રીતે ઘાયલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.14: વાપી ચલા ખાતે આલોક કોલોની મહેશભાઈની ચાલમાં રહેતા અને વાપી વેલસ્‍પન કંપનીમાં નોકરી કરતા મૂળ યુપીનામિત્રો ચંદન નરેન્‍દ્રભાઈ ઠાકુર ઉ.વ.24 અને સંતોષ બનારસી હરજન ઉ.વ. 23 જેવો બંને ગત રોજ બાઈક નામે ટ્રાન્‍સફર કરાવવા માટે આઈ સ્‍માર્ટ બાઈક નં.જીજે-15-ડીજી-8750 પર સવાર થઈ વલસાડ જાવેદભાઈની દુકાનમાં ગયા હતા. જ્‍યાં કામ પતાવી તેઓ પરત બાઈક પર વાપી રૂમે આવવા નીકળ્‍યા હતા ત્‍યારે બાઈક ચંદન ચલાવી રહ્યો હતો અને પાછળ સીટ પર સંતોષ હરજન સવાર હતો. તેઓએ બગવાડા ટોલ બુથ ક્રોસ કર્યા બાદ તેમના પાછળ આવેલા કન્‍ટેનર નંબર એમએચ-06- બીડી-1351 ના ચાલકે આ બાઈકને પાછળથી ટક્કર મારતા બંને યુવાનો બાઈક પરથી નીચે પટકાયા હતા અને બાઈક પાછળ સવાર યુવાન સંતોષ માર્ગ પર પટકાયા બાદ કન્‍ટેનરના અડફેટમાં આવી ગયો હતો. જેને લઈ તેનું ઘટના સ્‍થળે મોત નીપજ્‍યું હતું, અને ચંદન ઘાયલ બન્‍યો હોય જેથી એકત્ર થયેલા લોકોએ ઘટના સ્‍થળે 108ની ટીમને તેડાવી હતી અને સારવાર માટે ચંદનને ખસેડવામાં આવ્‍યો હતો. જોકે અકસ્‍માત સર્જી કન્‍ટેનર ચાલક કન્‍ટેનર લઈ ફરાર થઈ ગયો હતો.

Related posts

સંઘપ્રદેશના મિશન-2024નો ભાજપે કરેલો આરંભઃ નવનિયુક્‍ત પ્રભારી વિનોદ સોનકરે સૌના સહકારથી સંગઠનનો બુલંદ કરેલો વિશ્વાસ

vartmanpravah

દમણમાં ડેંગ્‍યુ અને વાયરલ ફિવરનો વધેલો પ્રકોપ : વાપી-વલસાડની હોસ્‍પિટલોમાં પણ સારવાર લઈ રહેલા ડેંગ્‍યુના દર્દીઓ

vartmanpravah

અથાલની સાલાસાર માર્બલ કંપનીમાં કામદારનું પડી જતા નિપજેલું મોત

vartmanpravah

દાનહ રમત-ગમત અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બોક્‍સ ક્રિકેટ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ પડતાં ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા ઊંડાણના જંગલ વિસ્‍તારના ચેકડેમોમાં પાણીના સંગ્રહ હેતુ હાથ ધરાયેલી ડિસીલ્‍ટીંગ કામગીરી

vartmanpravah

Leave a Comment