Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર હનુમતમાળના મોહનપાડા ફળિયામાં કદાવર દિપડો પાંજરે પુરાયો : લોકોએ રાહત લીધી

એક દિવસ પહેલા દિપડાએ પશુઓના વાડામાં બકરાનું મારણ કરેલું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વલસાડ જિલ્લામાં હિંસક પશુઓ ગ્રામ્‍ય રહેણાંક વિસ્‍તારમાં અવાર નવાર આવીને લોકોમાં ભયનો માહોલ ઉભા કરતા રહે છે તેવી ઘટના ધરમપુરના હનુમતમાળના મોહનપાડા ફળિયામાં બની હતી.
ધરમપુરના હનુમતમાળના મોહનપાડા ફળિયામાં એક દિવસ પહેલાં કદાવર દિપડો આવ્‍યો હતો. દિપડાએ પશુઓના વાડામાં એક બકરાનું મારણ કર્યું હતું. ઘટનાની જાણ થતા લોકોએ સરપંચને જણાવ્‍યું હતું. સરપંચએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમે હનુમતમાળે આવીને તપાસ હાથ ધરી હતી. તપાસમાં દિપડાની અવર જવરના ચિન્‍હો જોવા મળતા તાત્‍કાલિક પાંજરૂ ગોઠવ્‍યું હતું. રાબેતા મુજબ બીજા દિવસે શિકારી દિપડો ફરી શિકાર કરવા ગામમાં આવતા પાંજરામાં પુરાઈ ગયો હતો. પાંજરામાં દિપડો પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Related posts

સેલવાસઃ સોરઠીયા મસાલા મીલમાં આગ લાગતા દોડધામ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. 16 થી 19 માર્ચ હળવા કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

કલસર ચેકપોસ્‍ટ પરથી ઈકોના સ્‍ટેપની ટાયર અને પગ મૂકવાની જગ્‍યાએ ચોર ખાનામાં દારૂ લઈ જતા બે ઝડપાયા

vartmanpravah

વલસાડ સીટીમાં મેગા ડિમોલિશનનો આરંભ : પાલિકા અને પોલીસે કમર કસી

vartmanpravah

ભાવિકાબેન પટેલ હિન્‍દી વિષયમાં પીએચડી થયા

vartmanpravah

વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા દેહ શુદ્ધિ અને સમૂહન જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment