October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે ઉપર જલદ કેમિકલ ભરેલા ટેન્‍કરથી છાંટા ઉડતા વેલ્‍સપન કંપનીની બસમાં બેઠેલા કામદારો દાઝ્‍યા

ટેન્‍કર વાપી આરતી ઈન્‍ડસ્‍ટ્રીઝમાં કેમિકલ ભરી ઝઘડીયા કંપનીના
પ્‍લાન્‍ટ ઉપર જઈ રહ્યુ હતું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: વાપી નેશનલ હાઈવે ઉપર આજે ગુરૂવારે બપોરે જલદ કેમિકલ ભરેલ ટેન્‍કર પસાર થઈ રહ્યું હતું ત્‍યારે લુઝ પેકીંગના કારણે ટેન્‍કરમાંથી છાંટા ઉડયા હતા. બાજુમાંથી પસાર થતી કામદારો ભરેલી બસમાં બેઠેલા કામદારો કેમિકલના છાંટાથી 6 જેટલા કામદારો દાઝી જતા ચકચાર મચી જવા પામી હતી.
ઘટનાની વિગતો મુજબ આજે ટેન્‍કર નં.એમએચ 04 કેવી 3636 આરતી ઈન્‍ડસ્‍ટ્રીઝ જીઆઈડીસી વાપીથી ટેન્‍કરમાં જલદ કેમિકલ ભરી ભરૂચ ઝઘડીયા આરતી ઈન્‍ડસ્‍ટ્રીઝના પ્‍લાન્‍ટ ઉપર જવા રવાના થયું હતું. વાપી હાઈવે ઉપર ટેન્‍કર જઈ રહ્યું હતું ત્‍યારે સામેથી વેલ્‍સપન કંપની મોરાઈની કામદારોને લઈને બસ જઈ રહી હતી ત્‍યારે લુઝ પેકીંગ હોવાથી ટેન્‍કરમાંથી કેમિકલના છાંટા ઉડેલા. જેથી બસમાં બેઠેલા 6 જેટલા કામદારો દાઝ્‍યા હતા. ટેન્‍કર ચાલક ભાગવા જતો હતો ત્‍યારે લોકોએ ઝડપી પાડયો હતો. દાઝેલા કામદારોને હરિયા રોટરી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

Related posts

પારડીના પોણીયા ખાતેથી સાત જુગારીઓ ઝડપાયા

vartmanpravah

દિપાવલીના પાવન પર્વ પર માઁ વિશ્વંભરી તીર્થધામે ભક્‍તોની ભીડ ઉમટી

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘‘પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમને દમણના વિદ્યાર્થીઓએ જીવંત નિહાળ્‍યું

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીની લક્ષદ્વીપ મુલાકાતના બીજા દિવસે ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના ‘લક’ને લાગેલા ચાર ચાંદઃ રૂા.1200 કરોડની વિવિધ પરિયોજનાઓના ઉદ્‌ઘાટન અને ભૂમિ પૂજન

vartmanpravah

મોતીવાડા ચકચારિત રેપ વીથ મર્ડરના સીરીયલ કિલરે વધુ એક લૂંટ વિથ મર્ડરનો ગુનો કબૂલ્‍યો

vartmanpravah

‘સબકી યોજના, સબકા વિકાસ’ અંતર્ગત દુણેઠામાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

Leave a Comment