October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બલીઠાથી નવા રેલવે ફાટક સુધી શિરોવેદના જેવી ટ્રાફિક સમસ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી બલીઠા રોડથી નવા રેલવે ફાટક વચ્‍ચે રહેતી કાયમી ટ્રાફિક સમસ્‍યા માથાનો દુખાવો બની રહેલ છે. રોડની બન્ને સાઈડ રિક્ષા ચાલકોનું પાર્કિંગ તથા બિલ્‍ડીંગ દ્વારા ઈમારતમાં વપરાતા કાચા માલના ઢગલા ટ્રાફિક સર્જી રહ્યા છે.
નવા રેલવે ફાટકથી બલીઠા સુધીનો રોડની સ્‍થિતિ ખરાબ બની ગયેલ વારંવાર ફાટક બંધ થતું હોવાથી વાહનોની કતારો લાગી જાય છે. ક્‍યારેક તો ફાટકથી લઈ બલીઠા પુલ સુધી લાઈનો થઈ જતી હોય છે. ટ્રાફિક માટે જવાબદાર મુખ્‍ય પરિબળ રોડ ઉપર બિલ્‍ડીંગ મટેરીયલનો સામાન ખડકી દેવાયેલો છે. બીજી તરફ ફાટક બંધ થવાના ચક્કરમાં વાહનો સ્‍પીડથી ભગાવવામાં આવતા હોવાથી જીવલેણ અકસ્‍માત સર્જી શકે તેવી સ્‍થિતિ વારંવાર જોવા મળી રહી છે. પુરા રોડ ઉપર એક પણ સ્‍પીડ બ્રેકર નહી હોવાથી વાહનો કન્‍ટ્રોલ થતા નથી. ટ્રાફિક પોલીસ તહેનાત હોય છે છતાં પણ સ્‍થિતિ સુધરતી નથી તેથી લોકોની માંગણી છે કે ફાટક રોડની ટ્રાફિક સમસ્‍યા અટકાવવા જરૂરી પગલા ભરવાની તાતી જરૂરીયાત છે.

Related posts

પડતર માંગણી મુદ્દે વિરોધઃ વલસાડ જિલ્લાના સરકારી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ દમણ દ્વારા કપરાડાના મુળગામ, ગવટકા તથા ચાંદવેંગણના ગરીબ જરૂરિયાતમંદ લોકોને ધાબળા અને કપડાંનુ કરાયેલું વિતરણ

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં ગટરના પાણીનો વિડીયો ઉતારતા કથિત યુટયુબીયો પત્રકાર નાળામાં ખાબક્‍યો

vartmanpravah

ચીખલીના કુકેરી વાત્સલ્યધામ નજીક ખેતરમાં દીપડો લટાર મારતો જાવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

યુક્રેનમાં રહેતા ભારતીયો માટે ભારત સરકારે ૨૪ કલાકની હેલ્‍પલાઇન શરૂ કરી

vartmanpravah

દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના પ્રતિનિધિઓએ ડીપીએલ-3માં પહોંચી ખેલાડીઓનો વધારેલો ઉત્‍સાહ

vartmanpravah

Leave a Comment