(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 30
દાદરા નગર હવેલીના નરોલી ગામે ચાર રસ્તા નજીક એક ટ્રક ચાલક સ્ટીયરીંગ પર કાબૂ ગુમાવતા બાજુમાંથી પસાર થઈ રહેલ યુવાન ટ્રક નીચે આવી જતા ઘટના સ્થળ પર જ મોત થયું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર નરોલીથી કનાડી ફાટક તરફ માટી ભરેલી ટ્રક નંબર ડીએન-09-કે-9855 જઈ રહી હતી. જેના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા બાજુમાં એક રીક્ષા ચાલક નરેશભાઈ ભંડારી (ઉ.વ.40) જેઓ પોતાની રીક્ષા છોડી થોડે દૂર કોઈ કામસર ગયા હતા અને પરત રીક્ષા તરફઆવી રહ્યા હતા. તેઓ ટ્રક નીચે આવી જતા ઘટના સ્થળ પર જ મોત થયુ હતું. ટ્રક ચાલકે રિક્ષાને પણ ટક્કર મારી હતી અને આગળ એક ટેન્કરને પણ ટક્કર મારી હતી. જેને કારણે વાહનોને પણ નુકસાન થયુ હતુ.
આ ઘટના જોતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને ટ્રક ચાલક ફરાર થાય તે પહેલા પકડી લીધો હતો અને પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ ઘટના સ્થળે આવી ટ્રકનો કબ્જો લઈ પોલીસ સ્ટેશન પર લઈ ગયા હતા સાથે ચાલકની પણ ધરપકડ કરવામા આવી હતી આ ઘટનાની ફરિયાદ નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ આર.ડી.રોહિત કરી રહ્યા છે.
Previous post