October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અતિવૃષ્‍ટિના કારણે વલસાડ તાલુકાની શાળા, કોલેજો બંધ રહી

ડી.ડી.ઓ.એ ટ્‍વીટ કરીને તાત્‍કાલિક અસરથી શિક્ષણ વિભાગને ઓર્ડર આપ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી અતિવૃષ્‍ટિ થઈ રહી છે. વલસાડ જિલ્લામાં 3 થી 5 ઈંચ જેટલો વરસાદ દરરોજ વરસી રહ્યો છે તેથી દક્ષિણ ગુજરાત વિસ્‍તાર યલો એલર્ટ જાહેર કરાયો છે. અતિવૃષ્‍ટિને લઈ આજે વલસાડ તાલુકાની શાળા, કોલેજો, આઈ.ટી.આઈ. બંધ રાખવાનો ડી.ડી.ઓ.એ ઓર્ડર ટ્‍વીટ કરીને શિક્ષણ વિભાગને કર્યો હતો તેથી આજે મંગળવારે શૈક્ષણિકકામગીરી સ્‍કૂલોમાં બંધ રહી છે.
વર્તમાન ચોમાસાની સૌથી માઠી અસર વલસાડ તાલુકામાં થઈ છે. તમામ નિચાણવાળા વિસ્‍તારો પાણીમાં ગરકાવ થયા છે. બજારો બંધ જેવા રહે છે. જાહેર જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત રહે છે. રોડ, પુલો પર પાણી ભરાઈ જતા વાહનવ્‍યવહાર પ્રભાવિત રહ્યો છે. નદી-નાળા ઓવરફલો થવાથી વલસાડ તાલુકામાં પુર જેવી ગંભીર સ્‍થિતિ છેલ્લા બે-ત્રણ દિવસથી થઈ રહેલ અતિવૃષ્‍ટિને કારણે ઉભી થઈ રહી છે. તેથી પ્રશાસને સ્‍કૂલ, કોલેજોના બાળકોની જાહેર સલામતિ ધ્‍યાને લઈ આજે શાળાઓ બંધ રાખવામાં આવી હતી. આગળનો નિર્ણય સ્‍થિતિના અભ્‍યાસ બાદ જાહેર કરવામાં આવશે તેવું વહિવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્‍યું છે.

Related posts

મોતી બનેલાં એ આંસુઓ છત્રપતિની કરુણાના હારમાં કયારે ગૂંથાઈ ગયા તે ખુદને પણ ખબર ન પડી!

vartmanpravah

વાપી જીઆઈડીસી સુપ્રિત કેમિકલ કંપનીમાં લાગેલી આગમાં ત્રણ કામદારો ભડથુ થઈ ગયા

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લ દ્વારા સેવાકીય કાર્યક્રમોની ત્રિવેણી વહેતી કરાઈ

vartmanpravah

દાનહ ખાનવેલની પરિણીતાએ ઝેરી દવા પી આત્‍મહત્‍યા કરી

vartmanpravah

દમણના દેવકાની હોટલ સાઈલન્ટમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસના દરોડાઃ ૧૫ જુગારીઓની ધરપકડ

vartmanpravah

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment