October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્‍ય યોગ બોર્ડના દક્ષિણ ગુજરાતના કો-ઓર્ડિનેટરનું ગાંધીનગરમાં સન્‍માન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.04: ગુજરાત રાજ્‍ય બોર્ડ દ્વારા આયોજિત બે દિવસીય કાર્યક્રમમાં 33 જિલ્લામાં 73 જગ્‍યા ઉપર કાર્યક્રમ યોજાયા હતા. જેમાં વિવિધ માપદંડ જેવા કે, શ્રેષ્ઠ આયોજન, શ્રેષ્ઠ નવીનતા, શ્રેષ્ઠ મહેમાન, રાજકીય, ધાર્મિક ગુરુઓની ઉપસ્‍થિતિ સંખ્‍યાબળ અને ખૂબ વરસાદ હોવા છતાં સુનિયોજિત શિબિર સંપન્ન કરવામાં આવી હોવાની બાબતોને ધ્‍યાને લઈ રાજ્‍યમાં શ્રેષ્ઠ 10 કાર્યક્રમોને રાજ્‍ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીના વરદ હસ્‍તે ગાંધીનગર ખાતે વિશિષ્ટ મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં મોમેન્‍ટો અને શાલ ઓઢાડી સન્‍માનિત કરાયા હતા. જેમાં વલસાડના મોગરાવાડી પોલીસ હેડ ક્‍વાર્ટર ખાતે આયોજિત કાર્યક્રમને પ્રદેશમાં દ્વિતીય સ્‍થાન મળ્‍યું છે. આ કાર્યક્રમનું સંચાલન યોગ બોર્ડના દક્ષિણ ગુજરાતના કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે દ્વારા કરવામાં આવ્‍યું હતું. જેથી તેમનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમની સફળતામાં પોલીસ ખાતાનો પણસહયોગ મળ્‍યો હતો.

Related posts

દીવ જિલ્લામાં ઝોલાવાડી અને દાનહમાં રખોલી ગ્રામ પંચાયતને જિલ્લાની સ્‍વચ્‍છ ગ્રામ પંચાયતનો એનાયત થયેલો એવોર્ડ

vartmanpravah

સહ સભ્‍ય સચિવ અને દમણના ચીફ જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ સિનિયર ડીવીઝન પી.એચ.બનસોડના અધ્‍યક્ષ સ્‍થાને ઝરી ખાતે સ્‍નેહાલયમાં બાળકોના દેખભાળની સ્‍થિતિ જાણવા યોજાયેલી બાલ કલ્‍યાણ સમિતિની બેઠક

vartmanpravah

..નહી તો અકસ્‍માતનો સેતુ બનશે… મોટી દમણના રામસેતુ બીચ રોડ ઉપર વાહનો માટે સ્‍પીડ મર્યાદા નક્કી કરવી જરૂરી

vartmanpravah

કલસરમાં સાથે કામ કરતી મહિલા સાથે કેમ વાત કરે છે કહી યુવકને માર મરાયો

vartmanpravah

દમણ રાણા સમાજ દ્વારા પ્રશાસક પ્રફુલભાઈ પટેલને ખંભાત ખાતે રામનવમી શોભાયાત્રા અસામાજિક તત્‍વો દ્વારા કરાયેલા હુમલામાં જ્ઞાતિના થયેલા અકાળ અવસાનનો વિરોધ નોંધાવવા આવેદન પત્ર અપાયું

vartmanpravah

દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે આકર્ષક રોડ શો સાથે ભરેલું ઉમેદવારી પત્રક

vartmanpravah

Leave a Comment