October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના દમણિયા સોની સમાજ દ્વારા સમર કાર્નિવલ યોજાયો

બાળકોએ આરોગ્ય, સુરક્ષા, વિજ્ઞાન અને પર્યટન સ્થળની મજા માણી સાથે જ્ઞાન પણ મેળવ્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: વલસાડના શ્રી દમણિયા સોની મંડળ દ્વારા બાળકો માટે જ્ઞાન સાથે ગમ્મત કરાવતા સમર કાર્નિવલ(કેમ્પ)નું આોયજન કરવામાં આવ્યું હતુ. સોની સમાજના આ કાર્નિવલમાં 12 વર્ષ સુધીના કુલ 30 બાળકોએ ભાગ લીધો હતો.
કાર્નિવલના કન્વીનર ભક્તિબેન દેવાંગભાઇ પારેખ અને રૂપેશભાઇ પારેખ દ્વારા રોજ નવી નવી પ્રવૃત્તિ કરાવવાનું આયોજન કરાયું હતુ. જેમાં પ્રથમ દિવસે બાળકોને તીથલ બીચ પર લઇ જઇ યોગ અને વિવિધ રમતો રમાડાઇ હતી. બીજા દિવસે સાયન્સના વિવિધ પ્રયોગો કરાવાયા હતા અને સમાજના ડેન્ટીસ્ટ હેત્વી સૌરભભાઇ પારેખ અને મનાલી દ્વારા બાળકોના દાંતનું ચેકિંગ અને તેમને દાંતની સુરક્ષા માટે વિવિધ ટીપ્સ આપવામાં આવી હતી. ત્રીજા દિવસે રંગોળી અને વૈદિક ગણિત શિખવાયું હતુ. ચોથા દિવસે બાળકોને વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવાઇ હતી. જ્યાં તેમને પોલીસની કામગીરી અંગેની સમજ અપાઇ હતી. અહીં રૂરલ પીઆઇ સચીન પવારે તમામ બાળકો સાથે ખુબ ઉત્સાહભેર વાત કરતાં પોલીસ પ્રજાનો મિત્ર હોવાનંસ બાળકોને શિખવ્યું હતુ. છેલ્લા દિવસે બાળકોને ધરમપુર સાયન્સ સેન્ટરની મુલાકાતે લઇ જવાયા હતા. જ્યાં બાળકોને અવકાશના 3ડી શો બતાવવામાં આવ્યો હતો. તેમજ સાયન્સના વિવિધ પ્રયોગો પણ દર્શાવાયા હતા. સમગ્ર કાર્નિવલ દરમિયાન રોજ બાળકોને વિવિધ નાસ્તાઓ તેમજ રોજની બે ગિફ્ટ આપવામાં આવી હતી. જેના કારણે બાળકોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Related posts

દીવ બુચરવાડા પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયેલું શાનદાર સ્‍વાગત

vartmanpravah

ચીખલી તાલુકાની નવી અમલમાં આવેલ આંબાપાડા ગ્રામ પંચાયતના પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રીના હસ્‍તે કરાતા સ્‍થાનિકોમાં ખુશી

vartmanpravah

વાપી વી.આઈ.એ. અને ઝેડ.આર.યુ.સી.સી.ની વંદે ભારત એક્ષપ્રેસ ટ્રેનના સ્‍ટોપેજની માંગણી

vartmanpravah

ઈચ્‍છાપૂર્તિ કરનારા મંત્રો છે પણ ઈચ્‍છા પૂર્તિ ને ઈચ્‍છા મુક્‍તિ તો મહામંત્ર નવકાર કરે : યશોવર્મસૂરિજી

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ અંગ્રેજી માધ્‍યમના વિદ્યાર્થીઓનો ચેસ ટૂર્નામેન્‍ટમાં ઉત્‍કૃષ્‍ટ દેખાવ

vartmanpravah

વાપીમાં જાહેરનામાનો ભંગ કરનારા રીક્ષાચાલકો દંડાયા

vartmanpravah

Leave a Comment