October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રીશ્રીની સંઘપ્રદેશ મુલાકાતના સંદર્ભમાં પ્રદેશ ભાજપ ઉદ્યોગ પ્રકોષ્ઠ દ્વારા ઉદ્યમીઓ સાથે કરાયેલું સંવાદ બેઠકનું આયોજન

પ્રધાનમંત્રીના કાર્યક્રમને સફળ બનાવવા ઔદ્યોગિક ગૃહોનો સંપૂર્ણ સહયોગ મળશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: ભારતીય જનતા પાર્ટી દાનહ દમણ દીવના પ્રદેશ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલના માર્ગદર્શનમાં ભાજપા પ્રદેશ ઉદ્યોગ પ્રકોષ્ટના પ્રમુખ શ્રી રાજનભાઈ અગ્રવાલનીઅધ્‍યક્ષતામા દાનહના પ્રમુખ ઉદ્યોગપતિઓ સાથે એક સંવાદ બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનો ઉદ્દેશ્‍ય દાનહમાં 25મી એપ્રિલના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની યાત્રા સબંધિત વિષયો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ભાજપા ઉદ્યોગ પ્રકોષ્ટનાપદાધિકારી શ્રી અતુલભાઈ શાહ અને શ્રી આર.કે. નાયરની ઉપસ્‍થિતિમાં આયોજીત આ બેઠકમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમને પ્રદેશના ઉદ્યોગ જગત તરફથી સંપૂર્ણ સહયોગ આપી સફળ બનાવવામાં સ્‍થાનીય પ્રશાસનને સહયોગ કરવામાં આવશે. સંઘપ્રદેશમાં ચાર હજાર કરોડથી વધુ વિકાસના કાર્યોનુ લોકાર્પણ અને ભૂમિપૂજન 2પમી એપ્રિલના રોજ પ્રધાનમંત્રીશ્રીના હસ્‍તે થવા જઈ રહ્યા છે એના માટે પ્રદેશના ઉદ્યોગ જગત તરફથી પ્રધાનમંત્રીશ્રીનો હૃદયપૂર્વક ધન્‍યવાદ કરીએ છીએ. આ બેઠકમાં ઉદ્યોગોમા સ્‍વચ્‍છતાનો પણ સંકલ્‍પ લીધો હતો.

Related posts

દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ઘોષિત થયેલા લાલુભાઈ પટેલને ઠેર-ઠેરથી મળી રહેલા અભિનંદન અને જયઘોષ

vartmanpravah

વાપી હાઈવે પર પાલિકા પાઈપના સમારકામ દરમિયાન 7 ફૂટ લાંબો અજગર નીકળ્‍યોઃ સફળ રેસ્‍ક્‍યૂ કરાયું

vartmanpravah

‘‘મને મોદી કે રાહુલ સાથે કોઈ પ્રોબ્‍લેમ કે વેર નથી”: નવનિર્વાચિત સાંસદ ઉમેશભાઈ પટેલ

vartmanpravah

હાર્દિક જોશીની કરાટે એકેડમીના વિદ્યાર્થીઓએ વાપીમાં સ્‍વચ્‍છ ભારત મિશન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધર્યું

vartmanpravah

એમિક્રોન વેરિઅન્‍ટ વાયરસની સાવચેતી માટે વિદેશથી આવેલા વલસાડ જિલ્લાના 12 મુસાફરોને ક્‍વોરોન્‍ટાઈન કરાયા

vartmanpravah

પારડી-કલસર ગામના સરપંચ મનોજભાઈની સમય સૂચકતા થઈ ફળીભૂત: છેલ્લા કેટલાક સમયથી પશુઓનું મારણ કરતી દિપડી પાંજરે પુરાઈ

vartmanpravah

Leave a Comment