Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડ

ધરમપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજયના નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇની અધ્યધક્ષતામાં કરાઇ

• ધરમપુર તાલુકાના ૩૯, ૯૧૮ લાભાર્થીઓને રૂા. ૯૬૨.૬૪ લાખની સહાયનું મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તેન વિતરણ કરાયું:

• મંત્રીશ્રીએ ધરમપુર નગરપાલિકા આયોજીત ત્રણ દરવાજાથી બાબા સાહેબ આંબેડકર સર્કલ સુધીની ત્રિરંગા રેલીમાં ભાગ લીધોઃ

• દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ સમરસતાની જે પહેલ કરી છે તે ધરમપુરના લોકોએ મૂર્તિમંત કરી છે: મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ,તા.09: ધરમપુર એસ. એમ. એસ. હાઇસ્કૂશલ ખાતે રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ‍ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇની અધ્ય ક્ષતામાં આંતરરાષ્ટ્રીોય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ સમરસતાની જે પહેલ કરી છે તેને ધરમપુરના લોકોએ મૂર્તિમંત કરી છે એમ વિશ્વ આદિવાસી દિવસે ધરમપુર નગરપાલિકા આયોજીત નગરના ત્રણ દરવાજાથી ર્ડા. બાબાસાહેબ આંબેડકર સુધી યોજાયેલ ત્રિરંગા યાત્રામાં ભાગ લેતા મંત્રીશ્રીએ આમ જણાવ્યુંર હતું. મંત્રીશ્રીએ આ વેળાએ આઝાદી કા અમૃત મહોત્સાવ નિમિત્તે આઝાદીના લડતમાં ભાગ લેનાર સૌ સ્વાાતંત્રય સેનાનીઓને શ્રધ્ધાઝજંલિ આપતા જણાવ્યું હતું કે, આદિવાસીઓના ભગવાના એવા બિરસા મુંડાજીની પ્રતિમાની વંદન કરી આદિવાસીઓએ આઝાદીના લડતમાં આપેલા યોગદાનની ગાથા કહી આદિવાસીઓને આદિવાસી દિવસની શુભેચ્છાએ પાઠવી હતી. આ વેળાએ મંત્રીશ્રીને આદિવાસી સમાજે આદિવાસીઓની પાઘડી પહેરાવીને સન્માિન કર્યુ હતું.
આ અવસરે મંત્રીશ્રીએ ગુજરાતના તત્કાીલીન મુખ્ય્મંત્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આદિવાસીઓના સર્વાગી વિકાસ માટે શરૂ કરેલી વનબંધુ કલ્યાખણ યોજના – ૧ માં છેલ્લાસ પંદર વર્ષમાં રૂપિયા
એક લાખ કરોડનો ખર્ચ કરીને રાજયની અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તા રના કામો જેવા કે પશુપાલન,આરોગ્યા, રસ્તાુ, શિક્ષણના કામો કર્યા છે. મંત્રીશ્રીએ ધરમપુરના સર્પદંશની સારવાર કરનાર ર્ડા. ડી. સી. પટેલના માર્ગદર્શનમાં સંર્પદંશના દદીર્ઓ માટે ધરમપુર ખાતે આદ્યુનિક સેન્ટકર ખોલવાની આજે જાહેરાત કરી હતી.
મંત્રીશ્રીએ ધરમપુર તાલુકાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ધરમપુર તાલુકાના ૧૬ જેટલા પ્રગતિશીલ ખેડૂતો, પશુપાલકો, તેજસ્વીત વિદ્યાર્થીઓ અને રમતવીરોને ચેક અને પ્રશસ્તિતપત્ર તેમજ વનઅધિકાર અધિનિયમ- ૨૦૦૬ હેઠળ જંગલની જમીનના અધિકારપત્રો, સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ હેઠળ મંજૂરીપત્રો અને કુંવરબાઇ મામેરૂ યોજનાના લાભાર્થીને મંજૂરી હુકમો તેમજ સખીમંડળોને રીવોલ્વીંિગ ફંડ, ન્યુ્ ગુજરાત પેટર્ન યોજના, તથા વૃધ્ધન પેન્શમન યોજના હેઠળના લાભાર્થીઓ મળી કુલ ૧૫ લાભાર્થીઓને ચેકો આપી બહુમાન કર્યુ હતું.
કાર્યક્રમમાં મંત્રીશ્રી, મહાનુભાવો તેમજ ઉપસ્થિજત રહેલ તમામ લોકોએ રાજયના મુખ્ય૫મંત્રીશ્રી ભૂપેન્દ્રબભાઇ પટેલનું ઝાલોદ ખાતેથી લાઇવ પ્રસારણ નિહાળ્યુંવ હતું.
આ પ્રસંગે વલસાડ સાંસદ ર્ડા કે. સી. પટેલે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રમભાઇ મોદીએ આજે રાષ્ટ્ર પતિ તરીકે આદિવાસી સમાજના દ્રોપદી મૂર્મૂની પસંદગી કરી તમામ સમાજને ન્યાનય આપ્યો છે એમ જણાવ્યુંે હતું. આ અવસરે સાંસદ પટેલે આદિવાસીઓને આદિવાસી દિવસની શુભકામના આપી હતી.
આ પ્રસંગે ધરમપુરના ધારાસભ્યે અરવિંદભાઇ પટેલે રાજયમાં ૨૭ જિલ્લાનમાં આજે આદિવાસી દિવસની ઉજવણી થઇ રહી છે તેમ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાે પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, ઉપપ્રમુખશ્રી મનહરભાઇ શાહ, જિલ્લાિ સંગઠન પ્રમુખ હેંમત કંસારા, મહામંત્રી મહેન્દ્ર ચૌધરી, કમલેશ પટેલ અને ખજાનચી રાજેશ ભાનુશાલી, તાલુકા પંચાયત ધરમપુરના પ્રમુખ શ્રીમતી રમીલાબેન ગાંવીત, વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ કમલેશ ઠાકોર, વલસાડ કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, પ્રાયોજના વહીવટદારશ્રી બી. કે. વસાવા, ધરમપુર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જયોત્સ નાબેન દેસાઇ તેમજ ધરમપુર વિસ્તાારના પ્રજાજનો હાજર રહયા હતા.

Related posts

દાનહમાં 02 કોરોના પોઝિટીવ કેસ નોધાયા

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા સપ્તશૃંગી માતાના ગઢમાં પાંચમા નોરતે નવકુંડી નવચંડી યજ્ઞ કરાયો

vartmanpravah

મોતીવાડા રેપ વિથ મર્ડર ઘટનાની મુલાકાત લેતા રેન્‍જ આઈ.જી. પ્રેમવીરસિંહ

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ સાંભળવા દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નિવાસ સ્‍થાને ઉમટેલી જનમેદની

vartmanpravah

ચીખલી તાલુકા સહિત જિલ્લામાં ઈન્‍કમટેક્ષ રિટર્ન ફાઈલ થયેલ હોય તેવા પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિના લાભાર્થી ખેડૂતોને રિકવરી માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી

vartmanpravah

રખોલીમાં ભંગારનો ધંધો કરનાર મેનાદીન સલીમ શેખની હત્‍યા કરી લાશને અવાવરૂ જગ્‍યામાં ફેંકી દીધીઃ પોલીસ દ્વારા આરોપીઓની શરૂ કરેલી શોધખોળ

vartmanpravah

Leave a Comment