(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.04: વલસાડ જિલ્લા પંચાયતના આરોગ્ય શાખાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.પી.પટેલ અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વિપુલ ગામિતના માર્ગદર્શન હેઠળ જિલ્લાના સરકારી દવાખાના અને હોસ્પિટલોમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 421 બોટલ રક્ત એકત્ર થયું હતું.
વલસાડ સિવિલ હોસ્પિટલ, અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર અબ્રામા, સામૂહિક આરોગ્ય કેન્દ્ર ડુંગરી, અટગામ, પારડી, રોહિણા, ભીલાડ, ઉમરગામ, કપરાડા, સુથારપાડા, નાનાપોંઢા, સ્ટેટ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ વાપી અને લાયન્સ બ્લડ બેંક વાપી દ્વારા તા.17 સપ્ટેમ્બર થી તા.2 ઓક્ટોબર સુધી અલગ અલગ તારીખે રક્તદાન શિબિરનું આયોજન કરવામાંઆવ્યું હતું. આ સાથે અંગદાનની પ્રતિજ્ઞા, સ્વચ્છતા અભિયાન અને આયુષ્યમાન ગ્રામસભા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ભરના આરોગ્ય કર્મીઓએ ભાગ લીધો હતો.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2023/10/Arogya-Sakha-Blood-Donation-1-960x562.jpg)