October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીનાં સમરોલીમાં પ્રાથમિક શાળાના ઓરડાઓના બાંધકામમાં નકરી વેઠ ઉતારાતા સ્‍થાનિકો વિફર્યા : કામ બંધ કરાવ્‍યું

રેતી સાથે ડસ્‍ટ વપરાતા અને સ્‍લેબમાં ઠેરઠેર તિરાડો જોવા મળતા
સ્‍થાનિકોમાં રોષ ઉઠયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), 05: જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સમરોલીની વિદ્યાકુંજ પ્રાથમિક શાળામાં સાત જેટલા ઓરડાઓનું બાંધકામ હાલે સર્વ શિક્ષા અભિયાનની દેખરેખ હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ શાળાના ઓરડાઓનો સ્‍લેબ હાલમાં જ ભરવામાં આવ્‍યું હતું. જેમાં સ્‍લેબમાં ઠેર ઠેર તિરાડો જોવા મળતા અને સ્‍લેબ કોંક્રીટમાં રેતી સાથે સ્‍ટોન ડસ્‍ટ વાપરી હલકી કક્ષાના માલ સામાનનો ઉપયોગ કરાતા સ્‍થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્‍યો હતો. અને સરપંચ સભ્‍યો અને આગેવાનો શાળા પર ધસી જઈ કામ બંધ કરાવી દીધું હતું. સમરોલીની આ પ્રાથમિક શાળામાં ઓરડાઓના બાંધકામમાં પાયા લેવલે કામ હતું ત્‍યારે પણ ગ્રામજનોએ ગુણવત્તા સામે સવાલો ઉઠાવી કામ અટકાવ્‍યું હતું.
સમરોલીની પ્રાથમિક શાળામાં ગ્રામજનોએ કામ બંધ કરાવતા આચાર્ય દ્વારા ગામ લોકોએ ગુણવત્તા યુક્‍ત બાંધકામ થતું નથી એવું લાગતા શાળાનું બાંધકામ અટકાવેલ. તેઓ આચાર્ય દ્વારા ટીપીઓને અહેવાલ પણ આપવામાં આવ્‍યો છે ત્‍યારે સ્‍લેબનાકોંક્રીટના અને તેમાં ઉપયોગમાં લેવાયેલ માલ સામાનના સેમ્‍પલો લઈ જરૂરી ચકાસણી કરી જવાબદારો સામે પગલાં લેવાય તે જરૂરી છે બાકી તોલાખો રૂપિયાના એંધાણ બાદ પણ તકલાદી કામ થતા ટૂંકા ગાળામાં જ બિન ઉપયોગી થતા હોય છે ત્‍યારે આ લાખો રૂપિયાના કામમાં ભ્રષ્ટાચારીઓનું ગ્રહણ ન લાગી જાય તે માટે જરૂરી પગલાં લેવાય તે જરૂરી છે.
તાલુકામાં અન્‍ય શાળાઓમાં પણ ઓરડાના બાંધકામ ચાલી રહ્યા છે ત્‍યારે તેમાં પણ સર્વે શિક્ષા અભિયાનના ઈજનેરોની પૂરતી દેખરેખનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.

  • સમરોલીના સ્‍થાનિક આગેવાન કલ્‍પેશભાઈના જણાવ્‍યાનુસાર અમારા ગામની પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામમાં રેતી સાથે ડસ્‍ટનો ઉપયોગ કરી તકલાદી કામ કરાતા સ્‍લેબમાં ઠેર ઠેર તિરાડો પડી જવા પામી છે જેને લઈને અમે ગ્રામજનોએ બાંધકામ અટકાવી દીધું છે.

 

  • સર્વ શિક્ષા અભિયાનના જિલ્લા પ્રોજેક્‍ટ ઈજનેર જશુભાઈના જણાવ્‍યાનુસાર સમરોલીમાં શાળાના ઓરડાના સ્‍લેબમાં સિમેન્‍ટ વધુ નાંખતા સ્‍લેબમાં તિરાડો પડી હોય તેમ લાગે છે અંદાજે 65 થી 70 લાખ રૂપિયાના ખર્ચે આ બાંધકામ થઈ રહ્યું છે.

Related posts

ચીખલી તથા ખેરગામ પોલીસ લાઈન ખાતે કુલ રૂા.12.48 કરોડના ખર્ચે નવનિર્મિત 65 પોલીસ આવાસોનું લોકાર્પણ કરતા ગૃહ રાજ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવી

vartmanpravah

દાનહના રખોલીમાં રહેતા પરપ્રાંતિય પરિવારની 17 વર્ષિય કિશોરીએ હાથની નસ કાપી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

દાનહ ચૂંટણી અધિકારીની અધ્‍યક્ષતામાં મતદાર કાર્ડને આધારકાર્ડ સાથે જોડવા સંદર્ભે યોજાયેલી બેઠક

vartmanpravah

વાપી કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ પોસ્‍કો કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી

vartmanpravah

ઉમરગામમાં બિલ્‍ડીંગના ત્રીજા માળેથી પટકાયેલા બાળકનું મોત

vartmanpravah

વાપી વીઆઈએમાં વિવિધ સંસ્‍થાઓ દ્વારા ગ્‍લોબલ કેમિકલ અવરનેસ સેશન યોજાયું

vartmanpravah

Leave a Comment