October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે 14 વર્ષના સમયગાળા બાદ 14 કરોડથી વધુના ખર્ચે બનેલ સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાનનું થયુ લોકાર્પણ

  • રજવાડાઓ દ્વારા પ્રજાની જીવન જરૂરિયાત સંતોષવા નિર્માણ પામેલ તળાવનું બ્‍યુટીફિકેશનના નામે થયું વેપારીકરણ

  • વિરોધ પક્ષે પણ હાજર રહી નાણાં મંત્રીનું સ્‍વાગત કરી વિકાસના કામોમાં સહમત હોવાની આપી ખાતરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.17: પારડી નગરપાલિકા વિસ્‍તારમાં આવેલ ઐતિહાસિક અને રજવાડા સમયનું 99 એકરના તળાવમાં આશરે 14 વર્ષ જેટલા લાંબા સમયથી બ્‍યુટીફિકેશનના નામે નિર્માણ થઈ રહેલ ઉદ્યાનનો તારીખ 16-10-2022 ના રોજ લોકાર્પણ કરાતા લોકોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી. ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રીબીન કાપી આ સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાન લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્‍યો હતો.
પારડી નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ રાઠોડએ આ પ્રસંગે સ્‍વાગત પ્રવચન દ્વારા સૌને આવકાર્યા બાદ ચીફ ઓફિસર પ્રાચી દોષીએ આ ઉદ્યાનની રૂપરેખા આપતા જણાવ્‍યું હતું કે, આ ગાર્ડનમાંએન્‍ટ્રીગેટ, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, બોટિંગ, સિનિયર સિટીજનો માટે બેઠકની વ્‍યવસ્‍થા, ચિલ્‍ડ્રન પ્‍લે એરિયા, ફ્રુટકોટ પાર્કિંગ, વોકિંગ એરીયા, સાયકલ ટ્રેક અને ગાર્ડન વિગેરે સુવિધાઓ આવરી લેવામાં આવી છે. વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ પટેલે ભૂતપૂર્વ પ્રમૂખોને યાદ કરી તેઓ દ્વારા તળાવના કિનારે જેતે સમયે બિનઅધિકળત રીતે 350 જેટલા ઝુંપડા હટાવ્‍યાં જેને કારણે જ આ તળાવનું બુટીફિકેશનનું કાર્ય સફળ બન્‍યું હોવાનું જણાયું હતું.
કહેવાય છે કે, છપ્‍પનિયા દુકાળમાં તે સમયના રજવાડા પ્રજાની જીવન જરૂરિયાત સંતોષવા ખોદકામ કરી ગુજરાતનું બીજા નંબરનું કહેવાતું 99 એકરનું તળાવ નિર્માણ કરાવ્‍યું હતું પરંતુ અહીંના એક હથ્‍થુ શાસન ભોગવતા શાસકોએ બ્‍યુટીફિકેશનના નામે આ તળાવનું વેપારીકરણ કરી કમાવાનું સાધન બનાવી દીધું છે જેની અસર પારડી નગરમાં વસતા લોકો પર સીધે સીધી પડી છે. અગાઉ પાણીથી ભરેલા રહેતા તળાવને લીધે નગરના લોકોના બોર કદી સુકાતા ન હતા. પરંતુ તળાવનું પુરાણ કરી દેતા હાલમાં નગરના લોકોએ એક સાથે બે થી ત્રણ બોર ખોદાવ્‍યા બાદ માંડ માંડ પાણી નીકળે એવી હાલત થઈ ગઈ છે. આમ એક બાજુ નગરના લોકોને સુવિધા આપી બીજી બાજુ એટલે જ તકલીફો પણ ઉભી કરીછે.
આજના આ કાર્યક્રમમાં વિરોધ પક્ષે પણ હાજર નાણાંમંત્રી કનુભાઈનું સ્‍વાગત કરતા વિકાસના કામોમાં સાથે હોવાનું જણાવતા કનુભાઈએ પણ ખુશ થઈ આવું ફક્‍ત પારડીમાં જ થઈ શકે હોવાનું પોતાના વ્‍યક્‍તવ્‍ય દરમ્‍યાન જણાવ્‍યું હતું.
આજના આ કાર્યક્રમમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશ પટેલ, શિલ્‍પેશ દેસાઈ, પારડી નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ રાઠોડ, ઉપપ્રમુખ સંગીતાબેન પટેલ, પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, બાંધકામ અધ્‍યક્ષ નયનાબેન પટેલ, પારડી નગરપાલિકાના ચૂંટાયેલા તમામ સદસ્‍યો, સંગઠનના પદાધિકારી તથા કાર્યકરો, વીતેલા વરસોના પ્રમુખો અને મોટી સંખ્‍યામાં નગરજનો ઉપસ્‍થિત રહી આ કાર્યક્રમ સફળ બનાવ્‍યો હતો. અંતમાં આભારવિધિ પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલે કરી હતી.

Related posts

દાનહમાં ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ યોગાસન હરીફાઈ બાદ પુરસ્‍કાર વિતરણ કરાયા

vartmanpravah

સામરવરણીની એક દુકાનમાં ચોરી કરનાર આરોપીની કરાયેલી ધરપકડ

vartmanpravah

સરકારી કચેરી પરિસર અને તેની ૨૦૦ મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

વાપીમાં દિવસે-દિવસે વધી રહેલો રખડતા ઢોરોનો જોખમી ત્રાસઃ છીરીમાં બે યુવાનોને આખલાએ શિંગડાથી ફંગોળ્‍યા

vartmanpravah

75 મા આઝાદી નો અમૃત મહોત્‍સવ નિમિત્તે ભાનુજ્‍યોત સ્‍કૂલ તથા ચણોદ ગ્રામ પંચાયત તથા ભાજપના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને ચણોદ ગામ વેપારી એસોસિયેશન દ્વારા હર ઘર તિરંગા – ઘર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન

vartmanpravah

જિલ્લાની આશ્રમશાળાના શિક્ષકો અને સેવાભાવી સંસ્‍થાઓના 120 કાર્યકરોએ ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ તાલીમ મેળવી

vartmanpravah

Leave a Comment