October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ કમલમમાં આઈ.ટી., સોશિયલ મીડિયાની કાર્યશાળા યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: ‘‘આજરોજ વલસાડ જિલ્લા કાર્યાલય કમલમ ખાતે જિલ્લાની આઈટી અને સોશિયલ મીડિયાની નવનિયુક્‍ત ટીમ સાથેની શંખનાદ કાર્યશાળાની બેઠક થઈ. આ બેઠકમાં વલસાડ ડાંગના સાંસદ ડો.કે.સી. પટેલ, ધરમપુર ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી મહેન્‍દ્રભાઈ ચૌધરી, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, આ કાર્યશાળાનું માર્ગદર્શન આપવા પધારેલ દક્ષિણ ઝોન સોશિયલ મીડિયા ઈન્‍ચાર્જ સંકેતભાઈ શર્મા, આઈટી દક્ષિણ ઝોન ઈન્‍ચાર્જ પારસભાઈ દક્ષિણઝોન સોશિયલ મીડિયા સહ ઈન્‍ચાર્જ જેનિશભાઈ શાહ, સોશિયલ મીડિયાના સત્‍યેનભાઈ પંડ્‍યાએ આઈટી અને સોશિયલ મીડિયા વિશે માર્ગદર્શન આપ્‍યું હતું. સાથે યુવા મોરચા વલસાડ જિલ્લા પ્રમુખ શ્રી તોહલભાઈ દેસાઈ, ધરમપુર તાલુકા પ્રમુખ કેતનભાઈ વાઢુ આ કાર્યશાળાનુ ખુબ સરસ રીતે આયોજન કરનાર વલસાડ જિલ્લા સોશિયલ મીડિયા ઈન્‍ચાર્જ હિતેશભાઈ સુરતી અને સહ ઈન્‍ચાર્જ ચેતન પટેલ, સનોબર શ્રોફ, શિરીશ ભોયા, પિન્‍કુ યાદવ, હિમાશું મેરાઈ, ચેતન ધાનાની,શંખનાદના જિલ્લા ઈન્‍ચાર્જ ખુશ્‍બુ શાહ દ્વારા આવેલા પદઅધિકારીઓનું સ્‍વાગત કર્યું હતું. સાથે પાંચે વિધાનસભાના આઈટી અને સોશિયલ મીડિયાના ઈન્‍ચાર્જો, 12 મંડળના આઈટી સોશિયલ મીડિયાના ઈન્‍ચાર્જો, કારોબારી સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા અને આ કાર્યશાળા માર્ગદર્શન લઈ સફળ બનાવી હતી.

Related posts

વલસાડમાં જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ અને નૃત્ય – નાટિકા સ્પર્ધા ૨૦૨૨-૨૩ યોજાઈ 

vartmanpravah

મધ્‍યપ્રદેશમાં યોજાઈ રહેલ ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’માં દમણના બોક્‍સર સુમિતે મેળવેલો કાંસ્‍ય પદકઃ સંઘપ્રદેશને અપાવેલો પહેલો પદક

vartmanpravah

સુંઠવાડ પાટિયા પાસે ઠેર ઠેર પડેલા ખાડાઓના કારણે ઓઈલ ભરેલ ટેન્‍કર પલ્‍ટી જતા રસ્‍તા ઉપર ઓઈલની નદીઓ વહેતી થઈ હતી

vartmanpravah

વાપી એલ.જી. હરિયા સ્‍કૂલના વિદ્યાર્થીઓ ડ્રોઈંગ સ્‍પર્ધામાં વિજેતા બન્‍યા

vartmanpravah

ભીલાડ લઘુ ઉદ્યોગ સાથે ચાલતા રસ્‍તા વિવાદની ફરી મામલતદાર કચેરીને કરેલી રાવ

vartmanpravah

દાનહ રમત-ગમત અને યુવા બાબતોના વિભાગ દ્વારા ઓપન લેવલ તરણ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment