October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી નગરપાલિકા સફાઈ અભિયાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.15: પારડી નગરપાલિકા દ્વારા હવે દરરવિવારે સતત 8 રવિવાર સુધી સ્‍વચ્‍છતા અભિયાન આજથી હાથ ધરવામાં આવ્‍યું છે. આ અભિયાન થકી પારડીના જુદા જુદા વિસ્‍તારોમાં સફાઈ હાથ ધરવામાં આવશે. પારડી નગરપાલિકાના વહીવટદાર આર. આર. ચૌધરી, ચીફ ઓફિસર ભાવસારના માર્ગદર્શન હેઠળ આજરોજ આરોગ્‍ય વિભાગના તમામ કર્મચારીઓ પારડી બસ ડેપો પાસે ભેગા થયા હતા અને સર્વપ્રથમ બસ ડેપોની સફાઈ કરી હતી. બસ ડેપો પર પરિસર એકત્રિત થયેલ કચરાનો નિકાલ તાત્‍કાલિક કર્યો હતો. ચીફ ઓફિસરના જણાવ્‍યા મુજબ દર રવિવારે સતત આઠ રવિવાર સુધી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. આજરોજ બસ ડેપોની સફાઈ કરવામાં આવી છે. સર્વિસ રોડથી ચાર રસ્‍તા સુધી સફાઈ કરીને કચરાનો નિકાલ કરવામાં આવ્‍યો છે. આમ સ્‍વચ્‍છ પારડી રહે, સુંદર પારડી રહે એવા શુભ હેતુથી સતત આઠ રવિવાર સુધી સફાઈ અભિયાન ચાલશે જેનાથી કચરાનો નિકાલ થશે અને સ્‍વચ્‍છતા જળવાઈ રહેશે અને લોકોનો આરોગ્‍ય પણ સારું રહેશે.

Related posts

પારડી સ્‍મશાન ગૃહ જવાનો સર્વિસ રોડનો રસ્‍તો અધૂરો છોડી દેવાતા સ્‍મશાન યાત્રીઓ વેઠી રહ્યા છે પારવાર મુશ્‍કેલી

vartmanpravah

વહેલી સવારે ટ્રેલર ચાલકને ઝોકું આવી જતા આગળ જતી ટ્રક પાછળ ઘુસ્‍યું ટ્રેલર

vartmanpravah

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વીરભદ્રસિંહજીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

vartmanpravah

વાપીમાં કરૂણામૂર્તિ મહાવીર ભગવાનની જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી : શોભાયાત્રામાં તમામ ફીરકા જોડાયા

vartmanpravah

વલસાડ કોંગ્રેસ કાર્યાલયમાં સોમવારે પ્રેસવાર્તા યોજાઈ

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા સંચાલિત સેલવાસના સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્ષના તરણકુંડમાં અભ્‍યાસ કરતા કિશોરનું ડૂબી જતાં મોત : તરણકુંડના સંચાલકો સામે પ્રશ્નાર્થ

vartmanpravah

Leave a Comment