Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ગરબા ક્‍વીન ફાલ્‍ગુની પાઠકે પ્રિ-નવરાત્રીમાં ધૂમ મચાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વાપી વી.આઈ.એ. ગ્રાઉન્‍ડમાં શનિવારે રાત્રે ભવ્‍ય પ્રિ-નવરાત્રીનું આયોજન કરવામાં આવ્‍યું હતું.જેમાં ખ્‍યાતનામ ગરબા ક્‍વીન ફાલ્‍ગુની પાઠકની ખાસ ઉપસ્‍થિતિને લઈ આયોજનના ચારચાંદ લાગી ગયા હતા.
નવરાત્રી એ ગુજરાતની ઓળખ છે. નવરાત્રીમાં ગુજરાતીઓ ઉમંગ ઉત્‍સાહથી ભાગ લેતા હોય છે. વાપી વી.આઈ.એ. ગ્રાઉન્‍ડમાં પ્રિ-નવરાત્રીનું શનિવારના રોજ ખાનગી આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રિ-નવરાત્રીનું મુખ્‍ય આકર્ષણ અને નજરાણું જાણીતા ગરબા ક્‍વીન ફાલ્‍ગુની પાઠકનું રહ્યું હતું. તેમના મધુર કંઠે ગરબાની રમઝટ જામી હતી. હજારો ખેલૈયાઓની વી.આઈ.એ. ગ્રાઉન્‍ડ ઉભરાઈ ગયું હતું. એક તરફ પ્રિ-નવરાત્રીનો નજારો અને લ્‍હાવો હતો. બીજી તરફ ભારત-પાકિસ્‍તાન મેચ ભારતે જીતી લીધેલી તેનો જીતની ઉજવણી પણ ગ્રાઉન્‍ડમાં જોવા મળી હતી. ટ્રેડીશન ડ્રેસમાં સજ્જ યુવા ધન ગ્રાઉન્‍ડમાં માઝમ રાત સુધી થીરકતું રહ્યું હતું. નવરાત્રીના પ્રારંભના આગલા દિવસે જ નવરાત્રીનો દબદબાપૂર્વકનો જલસો વાપી વાસીઓએ માણ્‍યો હતો.

Related posts

વાપીની એલ. જી. હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કૂલ આંતર શાળા વિજ્ઞાન-ટેકનોલોજી પ્રદર્શનમાં ઝળકી

vartmanpravah

દાનહમાં ડેંગ્‍યુના પ્રકોપથી વધુ એક વ્‍યક્‍તિનું થયેલું મોત

vartmanpravah

વેલસ્પન ફાઉન્ડેશન દ્વારા ધોધડકુવા ગામે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણીનું આયોજન

vartmanpravah

સેલવાસની દીપ ડેરીમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગઃ દુકાનનો સામાન બળીને ખાખ

vartmanpravah

દમણ જિ.પં.ના પ્રમુખ તરીકે નિમાતા નવિનભાઈ પટેલનું મરવડ ગ્રામ પંચાયત દ્વારા કરાયેલું શાહી અભિવાદન

vartmanpravah

રખોલી મેઈન રોડ પર મોપેડને અજાણ્યા વાહને પાછળથી ટક્કર મારતા ચાલકનું ઘટના સ્‍થળ પર જ થયેલું મોત

vartmanpravah

Leave a Comment