Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં પ્રથમ નોરતાથી જ સૂર, તાલ અને થનગનાટ સાથે ખેલૈયાઓએ કરેલી ઠેર ઠેર જમાવટ

ચલા શ્રીજી ઈવેન્‍ટ રાસ રમઝટમાં દમણ કોસ્‍ટગાર્ડના જવાનોએ સપરિવાર ગરબા રમીને આનંદ માણ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: રવિવારથી વાપી વિસ્‍તારમાં નવરાત્રીનો દબદબા પૂર્વક પ્રારંભ થઈ ગયો છે. વાપીમાં મુખ્‍યત્‍વે ત્રણ આયોજન મોટા છે. તેમાં રોટરી પરિવાર થનગનાટ, રોફેલ કોલેજ, ચલા શ્રીજી ઈવેન્‍ટ રાસરમઝટ અને જનમ ટ્રસ્‍ટ ચલાઓએ ઠેર ઠેર નોરતાની નવરંગી જમાવટ કરી છે. તદ્દઉપરાંત અનેક સોસાયટીઓમાં શેરી ગરબાના ઠેર ઠેર આયોજન થયેલા છે.
નવરાત્રીના પ્રથમ નોરતાએ ચલા ભાઠેલા પ્‍લોટમાં આયોજીત શ્રીજી ઈવેન્‍ટની રમઝટ નવરાત્રીમાં દમણ કોસ્‍ટગાર્ડ એર સ્‍ટેશનના જવાનો પોતાના પરિવાર સાથે ખાસ નવરાત્રીમાં ભાગ લઈ ગરબે રમીને સપરિવાર આનંદ માણ્‍યો હતો. આ પ્રસંગે ડેપ્‍યુટી ઈન્‍સ્‍પેક્‍ટર જનરલ એસ.એસ.એન. બાજપાઈએ બધાને ખાસ નવરાત્રીની શુભેચ્‍છા પાઠવી હતી. વાપી અત્‍યારે નવરાત્રીની રાતે ઝળહળી રહ્યું છે. જ્‍યાંથી પણ પસાર થાઓ ત્‍યાં નવરાત્રી ગરબાના લાઉડ સ્‍પિકર વાગતા જોવા મળે છે. ગરબા નવરાત્રીની સવિશેષ યુવાધન બરાબર મોજ માણી રહ્યું છે. કેડીયા, ચણીયા ચોળી જેવા ટ્રેડીશન ડ્રેસોમાં સજી ધજી સાથે ઓરનામેન્‍ટના ઘરેણાંથી સજ્જ યુવતિઓ માજમ રાત નવરાત્રીમાં સુર, તાલ સાથે થનગનાટ કરી યૌવન ઠેર ઠેર થિરકતું જોવા મળી રહ્યું છે. આ માહોલ હજુ 9 દિવસ દશેરા સુધી વાપીમાં સર્વત્ર જોવા મળશે.

Related posts

દાનહઃ બિહાર જન સેવા સંઘ દ્વારા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્‍દ્ર પ્રસાદની જન્‍મ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં જાહેર રોડ ઉપર પ્રદૂષિત પીળુ પાણી રેલાયું : કઈ કંપનીનું પાપ

vartmanpravah

વાપી મોરાઈમાં બની રહેલ બિલ્‍ડીંગ સામે બની રહેલ ગેરેજને તોડી પાડવા બિલ્‍ડરે ધમકી આપી

vartmanpravah

વલસાડની રોણવેલ 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા બીનવાડા ગામની મહિલાની 108માં સફળ ડિલેવરી

vartmanpravah

વલસાડ ધમચાડી હાઈવે ઉપર બે કન્‍ટેનર વચ્‍ચે ગંભીર અકસ્‍માતમાં બન્નેનો ખુડદો થયો : બે ગંભીર

vartmanpravah

Leave a Comment