(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14: દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં અને ન.પા.પ્રમુખશ્રી રાકેશસિંહ ચૌહાણના દિશા-નિર્દેશમાં સેલવાસ વિસ્તારમાં ડેન્ગ્યુ બીમારીને ફેલાતી રોકવા માટે અલગ અલગ વિસ્તારમાં સવારે અને સાંજે ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. સેલવાસ પાલિકા દ્વારા 6 સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બર સુધી સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન પાલિકાના ધ્યાનમાં આવ્યું કે સોસાયટીઓ અને દુકાનદારો દ્વારા એમની સોસાયટી અને દુકાનોની આસપાસ કચરો ફેંકી દે છે જેનાથી ગંદકી ફેલાય છે અને મેલેરિયા, ડેન્ગ્યુ જેવી બીમારીઓ ફેલાઈ છે. પાલિકા દ્વારા શહેરીજનોને નિવેદન કર્યું છે કે પોતાની સોસાયટીઓમાં અને દુકાનો તથા આજુબાજુમાં કચરો ન ફેંકે અને પાણી જમા થવા ન દે, અન્યથા પાલિકા તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Previous post