January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ શેઠીયા નગર નવરાત્રી મહોત્‍સવમાં યુવાન ઉપર બહારના યુવાને ચપ્‍પુથી હુમલો કર્યો

અન્‍ય વિસ્‍તારના યુવાન અને મંડળના યુવાનો વચ્‍ચે બોલાચાલી હૂમલામાં પરિણમી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વલસાડ જિલ્લામાં નવરાત્રી મહોત્‍સવ ગ્રામ અને શહેરી વિસ્‍તારમાં ચાલી રહ્યો છે તે અંતર્ગત વલસાડ કૈલાસ રોડ ઉપર શેઠીયા નગરમાં ભય ભંજન દેવ યુવક મંડળ દ્વારા 10મા નવરાત્રી મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ નવરાત્રી મહોત્‍સવમાં બીજાનોરતાએ બબાલ થઈ હતી. બહારના યુવાને સ્‍થાનિક યુવાન ઉપર ચપ્‍પાથી હુમલો કરતા સીટી પોલીસ ઘટના સ્‍થળે દોડી ગઈ હતી.
વલસાડના શેઠીયા નગરમાં ચાલી રહેલ નવરાત્રી મહોત્‍સવમાં બહારથી આવેલ યુવાન અને સ્‍થાનિક યુવાનો વચ્‍ચે બોલાચાલી થઈ હતી. મામલો વધુ બગડતા બહારથી આવેલ યુવાન ઉપર ચપ્‍પાથી હુમલો કર્યો હતો. જેમાં યુવાનના હાથે ઈજા થઈ હતી. ઘટનાની જાણ બાદ સીટી પોલીસ શેઠીયા નગરમાં પહોંચી હતી અને મામલો વધુ વણશે તે પહેલા થાળે પાડયો હતો.

Related posts

ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે NPCIL DAE આઈકોનિક વીકની ઉજવણીનો પ્રારંભ

vartmanpravah

પપ્‍પાને એક ભાવભીની અંજલિ

vartmanpravah

દમણ અને દાનહના એસ.પી.ની આંતરિક બદલીઃ દમણના એસ.પી. તરીકે રાજેન્‍દ્ર મીણા અને દાનહમાં અમિત શર્મા

vartmanpravah

ચીખલી-ગણદેવી તાલુકામાં સિંચાઈ વિભાગ દ્વારા નહેરનું પાણી છોડતા ખેડૂતોમાં ખુશીની લહેર

vartmanpravah

‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નો રથ દમણ જિલ્લાના પરિયારી ગ્રામ પંચાયત ખાતે આવતાં કરાયેલું ઉષ્‍માભેર સ્‍વાગત: હર ઘર જળ અને ઓડીએફ યોજનાઓને પૂર્ણ કરવા બદલ સરપંચ પંક્‍તિબેન પટેલનું પ્રમાણપત્ર આપી કરવામાં આવેલું સન્‍માન

vartmanpravah

દાનહના ખેડપામાં બે બાઈક સામસામે ટકરાતા બે યુવાનોના ઘટના સ્‍થળે જ મોત

vartmanpravah

Leave a Comment