કારોબારી ચેરમેનના વિવાદ બાદ ઘીના ઠામમાં ઘી : તમામ ચેરમેન બિનહરીફ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.17: વલસાડ જિલ્લા પંચાયતની પ્રથમ ટર્મ પુરી થયા બાદ બીજી ટર્મ અઢી વર્ષ માટે સોમવારે વિવિધ પદ-ચેરમેનની સર્વાનુમતે વરણી કરાઈ, પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણી બાદ કારોબારી ચેરમેન માટે વિવાદ સર્જાયો હતો તે થાળી પાડીને નવા સમિતિ ચેરમેનની વરણી કરાઈ છે. જેમાં મહત્ત્વની કારોબારી સમિતિના ચેરમેન તરીકે વાપીનામિતેશ પટેલની બિનહરીફ વરણી કરાઈ હતી.
વલસાડ જિ.પં.ની અઢી વર્ષની ટર્મ માટે વિવિધ સમિતિ ચેરમેનની વરણી કરાઈ છે તેમાં અપીલ સમિતિ ચેરમેન તરીકે મનહર પટેલ (પ્રમુખ જિ.પં.), દંડક તરીકે વિનયભાઈ ધોડી (ઉમરગામ, શાસકપક્ષ નેતા મુકેશ પટેલ (પારડી), કારોબારી ચેરમેન તરીકે મિતેશ પટેલ (વાપી), બાંધકામ ચેરમેન ભરત જાદવ (ઉમરગામ), આરોગ્ય ચેરમેન કલ્પનાબેન પટેલ (અટગામ), શિક્ષણ સમિતિ કેતન પટેલ (મોટાપોંઢા) ખેતી ઉત્પાદન સિંચાઈ, સહકાર ઉર્મિલાબેન બિરારી (બારોલીયા), મહિલા બાળ વિકાસ દિવ્યાબેન પટેલ (પારડી) અને સામાજીક ન્યાય સમિતિ ચેરમેન મીનાક્ષીબેન ગંગોડા (કપરાડા)ની બીનહરીફ વરણી કરાઈ છે. વરણી બાદ નવા અધ્યક્ષોમાં આનંદની લાગણી જોવા મળી હતી.