Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર બારડોલીથી મુંબઈ જવા નિકળેલ બાઈક રાઈડર યુવાનના બાઈકને વાહને ટક્કર મારતા મોત

પ્રિન્‍સ રાઈડર અને રાઈડર ગૃપ મુંબઈ જવા નિકલ્‍યા હતા : અકસ્‍માત બાદ રાઈડરો ફરાર થઈ ગયા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: બારડોલી વિસ્‍તારમાંથી એક બાઈક રાઈડર ગૃપ મુંબઈ જવા નિકળ્‍યું હતું તે પૈકીના એક યુવાનના બાઈકને વલસાડ સુગર ફેક્‍ટરી ઓવરબ્રિજ પાસે અજાણ્‍યા વાહને ટક્કર મારી દીધી હતી. ગંભીર અકસ્‍માતમાં બાઈક રાઈડર યુવાનનું ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્‍યું હતું.
બારડોલીનો પ્રિન્‍સ નામનો યુટયુબર યુવાન તેના બાઈક રાઈડર ગૃપ સાથે બારડોલીથી મુંબઈ બાઈક લઈને નિકળ્‍યો હતો. બાઈક નં.જીજે 19બીએચ 7455 ઉપર સવાર પ્રિન્‍સ વલસાડ સુગર ફેક્‍ટરી પાસેથી પસાર થતો હતો ત્‍યારે કોઈ અજાણ્‍યા વાહને બાઈકને ટક્કર મારી હતી. ઘટના સ્‍થળે ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. અજાણ્‍યો વાહન ચાલક અકસ્‍માત કરી ફરાર થઈ ગયો હતો. પરંતુ બાઈકર પ્રિન્‍સ ગંભીર રીતે પટકાતા વધુ ઈજાઓને કારણે ઘટના સ્‍થળે જ કરુણ મોત થયું હતું. અકસ્‍માત સ્‍થળે પહોંચેલી પોલીસે મૃતક પ્રિન્‍સના વાલી-વારસ પરિવારની શોધ શરૂ કરી હતી. બીજી તરફ બાઈકર ગૃપ પણ ફરાર થઈ ગયેલ, સાથીના અકસ્‍માત સમયે કોઈ બાઈકર હાજર નહોતો. અકસ્‍માત પહેલા પ્રિન્‍સે એક વિડીયો પણ યુટયુબ પર વાઈરલ કર્યો હતો.

Related posts

ગુજરાત-મુંબઈની બોર્ડર ઉપર મંચ દ્વારા નિર્માણ પામેલ માણેક સાંસ્‍કૃતિક ભવન ખાતે માહ્યાવંશી વિકાસ મંચે સંગઠનના મનન-મંથન સાથે 23મા જન્‍મ દિવસની આનંદ-ઉત્‍સાહ અને ઉમંગ સાથે કરેલી ઉજવણી

vartmanpravah

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ દ્વારા વિશ્વના ટોચના ફ્રી સ્‍ટાઈલ ફૂટબોલરનું આયોજન થયું

vartmanpravah

હિંમતનગર : ડીએસપી ઓફિસ ખાતે સાબરકાંઠા પોલીસ દ્વારા લોન મેળો યોજાયો મોટી સંખ્‍યામાં લોકો કાર્યક્રમમાં જોડાયા

vartmanpravah

ઉમરગામ તાલુકામાં માલધારી સમાજે ગોચરણ જમીનના મુદ્દે સરકાર સામે ચઢાવેલી બાય

vartmanpravah

નાની દમણ જેટી ઉપર સમુદ્ર નારાયણ ભગવાનની મહા આરતીનો ભવ્‍ય આરંભ

vartmanpravah

દાનહમાં હવે ચાલ માલિકોએ ભાડૂઆતોની નોંધણી ઓનલાઈન કરવી પડશે : એક્ષપર્ટ દ્વારા મોબાઈલ એપના ઉપયોગની આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

Leave a Comment