Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દીવ શ્રેયાંગી ક્રિકેટ ક્‍લબ દ્વારા વણાંકબારા બસ સ્‍ટેશન ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં ક્રિકેટ ટુર્નામેન્‍ટનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.16: શ્રેયાંગી ક્રિકેટ ક્‍લબ દ્વારા વણાંકબારા બસ સ્‍ટેશન ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં દિવસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનો આજરોજ પ્રારંભ કરવામાં આવ્‍યો હતો.
દીવના વણાંકબારા બસ સ્‍ટેશન ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં શ્રેયાંગી ક્રિકેટ ક્‍લબ દ્વારા દિવસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શ્રેયાંગી ક્રિકેટ ક્‍લબના પ્રેસિડેન્‍ટ અને સાથે દરેક સભ્‍યોના માર્ગદર્શન હેઠળ આ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું છે, જેમનો આજે પ્રારંભ કરવામાં આવ્‍યો તેમાં ઉપસ્‍થિત મહેમાનો ડૉ.જીતેન્‍દ્ર સોલંકી આ ટુર્નામેન્‍ટના પ્રારંભ કાર્યક્રમમાં હાજર રહ્યાહતા.
આ ટુર્નામેન્‍ટમાં કુલ 46 ટીમોએ ભાગ લીધો છે જેમાં કોડીનાર, ઘોઘલા, દીવ, અને વણાંકબારાની આજુબાજુની ટીમો સામેલ છે. આજરોજ પ્રારંભના પ્રથમ મેચમાં કલ્‍યાણ ઈલેવન વણાંકબારા અને બ્‍લેક પેનથર વણાંકબારા વચ્‍ચે રમાડવામાં આવ્‍યો હતો. જેમનો મહાનુભાવો દ્વારા ટોસ કરી મેચનો પ્રારંભ કર્યો હતો.
આ ટુર્નામેન્‍ટને સ્‍પોન્‍સર કરતા દરેક સ્‍પોન્‍સરનો શ્રેયાંગી ક્રિકેટ ક્‍લબ દ્વારા આભાર માનવામાં આવ્‍યો છે. આ ટુર્નામેન્‍ટને સફળ બનાવવા માટે વીએનકે સ્‍પોર્ટસ ક્‍લબના દરેક સભ્‍યોનો મહત્‍વનો સહયોગ રહ્યો છે. અને સાથે સાથે વણાંકબારા પંચાયતના સહયોગથી વણાંકબારા બસ સ્‍ટેશન ક્રિકેટ ગ્રાઉન્‍ડને સુંદર બનાવવામાં માટે સાથ સહકાર રહ્યો છે.

Related posts

દાદરા નગર હવેલીમાં 03 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

શૈત્રુંજય અને સમેત શિખર માટે વાપી-વલસાડમાં જૈન સમાજના તમામ ફિરકાઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ

vartmanpravah

JEE-મેઈનની જુલાઈ-2022ની પરીક્ષા શરૂ: દમણ જિલ્લામાં પ્રથમ દિવસે કુલ 83 વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષા

vartmanpravah

વાપીના સિક્કાની બીજી બાજું-ભડકમોરા સુંદરનગર વિસ્‍તારમાં પથરાયેલા નર્કાગારમાં જીંદગી શ્વસી રહી છે

vartmanpravah

પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલના નેતૃત્‍વમાં કેન્‍દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાનું દમણ કોસ્‍ટગાર્ડ ખાતે ભાજપના પદાધિકારી-ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કરેલું અભિવાદન

vartmanpravah

નેહરૂ યુવા કેન્‍દ્ર દમણના સ્‍વયંસેવકોનું રાજ્‍ય સ્‍તરની વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં પસંદગી

vartmanpravah

Leave a Comment