Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની ડુપેન લેબોરેટરીઝ કંપની ફરી વિવાદોના ઘેરામાં: કામદારોના હિસાબ મામલે મેનેજમેન્‍ટના અખાડાનો આક્ષેપ

કામદાર આગેવાન જયેશ પટેલ અનુસાર 15-20 વર્ષ નોકરી કરતા
કામદારોને પી.એફ., બોનસ ચુકવાયા નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વાપી ઔદ્યોગિક વસાહતમાં કાર્યરત ડુપેન લેબોરેટરીઝ કંપની વધુ એકવાર વિવાદો ઉભા થયા છે. છેલ્લા કેટલાક સમયથી જુના કામદારો તેમને મળવાપાત્ર બોનસ, પી.એફ. કંપની દ્વારા લાંબા સમયથી ચુકવવામાં નહી આવતા કામદારો લડત ઉપર ઉતરી આવ્‍યા છે.
ડુપેન લેબોરેટરીઝ કંપનીના સિનિયર કામદાર અને કામદાર અગ્રણી જયેશભાઈ પટેલ દ્વારા જારી કરાયેલ વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં તેઓ સ્‍પષ્‍ટ જણાવે છે કે કંપનીમાં દાદાગીરી ચાલી રહી છે. 15 થી 20 વર્ષ જુના કામદારોને પી.એફ. કે બોનસ અપાયેલ નથી. આ લડત જુની છે. લેબર કમિન્‍સર અને ઉચ્‍ચ અધિકારીઓ સાથે મિટિંગો થઈ નક્કી થયું તે મુજબ કંપની વળતર ચુકવતી નથી. કંપની વિરૂધ્‍ધ કેસો ચાલે છે. તેઓ મુદતમાં હાજર રહેતા નથી.કંપનીમાં લેબર કોન્‍ટ્રાક્‍ટર સુધીર અને જયેશ પરમાર તેમના ગામના કામદારોને નોકરી ઉપર રાખી જુના કામદારો સાથે રીતસર અન્‍ય કરી રહેલ છે. તે મારવાની ધમકી પણ મળે છે. આ બાબતે પોલીસમાં લેખિત ફરીયાદ કરી હોવાનું જયેશભાઈએ જણાવ્‍યું છે.

Related posts

સંઘપ્રદેશ એક્‍સાઈઝ વિભાગે ઉમરકૂઈથી પાસ પરમીટ વગરનો દારૂનો જથ્‍થો જપ્ત કર્યો

vartmanpravah

છેલ્લા 8 વર્ષમાં દમણ-દીવે મોટાભાગે ચડાવ જ જોયા છેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

પાલિકા અને સભ્‍યોના ગજગ્રાહ વચ્‍ચે વેપારીઓ અટવાયા

vartmanpravah

વાપી આર.કે. દેસાઈ કોલેજના સંસ્‍થાપક રમણલાલ કુંવરજી દેસાઈની 23મી પુણ્‍યતિથિએ કોલેજ પરિવારે શ્રધ્‍ધાંજલી પાઠવી

vartmanpravah

વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને મળી

vartmanpravah

વાપી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

vartmanpravah

Leave a Comment