(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.31: આજરોજ 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે વાપી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કરતા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ધારાસભ્ય પારડી સાથે વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી સીલ્પેશભાઈ દેસાઈ, વાપી શહેર ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા હેમલ શાહ, મહામંત્રી શ્રી ભવલેશભાઈ પટેલ, વાપી નગરપાલિકા ઉપપ્રમુખ અભયભાઈ શાહ, વાપી નગરપાલિકાના કારોબારી ચેરમેન મિતેશભાઈ દેસાઈ સાથે ચૂંટાયેલા સભ્યો,કોર્પોરેટરો અને નગરજનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.