Vartman Pravah
Breaking Newsગુજરાત

પાલિકા અને સભ્‍યોના ગજગ્રાહ વચ્‍ચે વેપારીઓ અટવાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.22
ગુમસ્‍તા ધારા નિયમો અનુસાર કોઈપણ વેપાર ધંધામાં એક દિવસ બંધ રાખવાનો હોય છે. પારડી નગરપાલિકા ચીફ ઓફિસરે આ અંગે ધ્‍યાન દોરી ગુમાસ્‍તા વિભાગ સંભાળતા ઉમેશભાઈ પટેલ, નીતિનભાઈ, ભાવેશભાઈ, પંકજભાઈ સહિત પાલિકાના સ્‍ટાફ સાથે પારડી ઓવરબ્રિજથીચીવલ રોડ અને શાકભાજી માર્કેટ વિસ્‍તારમાં આવેલ દુકાનોની સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાતા આશરે 30 જેટલી દુકાનો ખુલ્લી મળી આવી હતી અને ત્રણ જેટલી દુકાનો કોઈ પણ જાતની પરવાનગી વિના રામ ભરોસે ચાલતી હતી.
પારડી પાલિકાએ નિયમો અનુસાર આ તમામ દુકાનોના લાયસન્‍સ જપ્ત કર્યા હતા. પરંતુ પાલિકા દ્વારા કરવામાં આવેલ આ કાર્યવાહીને લઈ ચૂંટાયેલી પાંખ તથા નગર પાલિકા બન્ને સામસામે આવી ગયા છે. પાલિકાના સદસ્‍યોએ કર્મચારીઓને આ કાર્યવાહી કોને પૂછીને કરી હોવાનું જણાવતા તેઓએ ચીફ ઓફિસરનું નામ આપતા કેટલાક સદસ્‍યોની આ દુકાનદારો સાથે મિલીભગત કે સંબધો હોય તેઓ નારાજગી બતાવી રહ્યા છે.
આમ પાલિકા અને સભ્‍યો બન્ને વચ્‍ચે વેપારીઓ પીસાઈ રહ્યા છે. હકીકતમાં લાયસન્‍સ જપ્ત કર્યા બાદ જે તે દડ વસૂલી કે નોટિસો આપી કાર્યવાહી પૂર્ણ કરવાની હોય છે. પરંતુ સદસ્‍યો અને પાલિકાના ખેંચતાણને લઈ કોઈ નિર્ણય કે દંડની રકમ નક્કી નહિ કરી શકવાને લઈ આજે પણ દુકાનદારોને લાયસન્‍સ મળી શકયા નથી. તો બીજી બાજુ પાલીકાના કર્મચારી, ચીફ ઓફિસર અને ચૂંટાયેલા સદસ્‍યો એક બીજા પર ખો આપી છટકી રહ્યા છે.

Related posts

વાપીમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિનની ઉજવણી વિવિધ સેવાકીય કામગીરીથી કરાઈ

vartmanpravah

દમણ અને દીવ તેની આઝાદીથી જ રાષ્‍ટ્રપતિ શાસન હેઠળઃ સાંસદ ઉમેશભાઈ પટેલ

vartmanpravah

ચીખલી પોલીસે આલીપોરથી ટેમ્પોમાં કતલખાને લઈ જવાતી બે ગાયોની ઉગારી

vartmanpravah

વલસાડના તિથલ ખાતે દરિયાઈ તટ મેરેથોન યોજાઈઃ 1191 દોડવીરો ઉત્‍સાહભેર દોડયા

vartmanpravah

વાપી નૂતનનગર સરદાર બાગમાં સ્‍થાપિત શ્રીજીનું અનંત ચૌદશે ભક્‍તિભાવ સાથે વિસર્જન કરાયું

vartmanpravah

કચીગામ ચાર રસ્‍તાથી સોમનાથ જંક્‍શન સુધીનો રસ્‍તો આગામી 13મી ઓક્‍ટોબર સુધી વન-વે જાહેર

vartmanpravah

Leave a Comment