કામદાર આગેવાન જયેશ પટેલ અનુસાર 15-20 વર્ષ નોકરી કરતા
કામદારોને પી.એફ., બોનસ ચુકવાયા નથી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: વાપી ઔદ્યોગિક વસાહતમાં કાર્યરત ડુપેન લેબોરેટરીઝ કંપની વધુ એકવાર વિવાદો ઉભા થયા છે. છેલ્લા કેટલાક સમયથી જુના કામદારો તેમને મળવાપાત્ર બોનસ, પી.એફ. કંપની દ્વારા લાંબા સમયથી ચુકવવામાં નહી આવતા કામદારો લડત ઉપર ઉતરી આવ્યા છે.
ડુપેન લેબોરેટરીઝ કંપનીના સિનિયર કામદાર અને કામદાર અગ્રણી જયેશભાઈ પટેલ દ્વારા જારી કરાયેલ વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં તેઓ સ્પષ્ટ જણાવે છે કે કંપનીમાં દાદાગીરી ચાલી રહી છે. 15 થી 20 વર્ષ જુના કામદારોને પી.એફ. કે બોનસ અપાયેલ નથી. આ લડત જુની છે. લેબર કમિન્સર અને ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગો થઈ નક્કી થયું તે મુજબ કંપની વળતર ચુકવતી નથી. કંપની વિરૂધ્ધ કેસો ચાલે છે. તેઓ મુદતમાં હાજર રહેતા નથી.કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર સુધીર અને જયેશ પરમાર તેમના ગામના કામદારોને નોકરી ઉપર રાખી જુના કામદારો સાથે રીતસર અન્ય કરી રહેલ છે. તે મારવાની ધમકી પણ મળે છે. આ બાબતે પોલીસમાં લેખિત ફરીયાદ કરી હોવાનું જયેશભાઈએ જણાવ્યું છે.