Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા 74મા ‘બંધારણ દિવસ’ને મનાવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : ગુજરાતના વલસાડી જિલ્લાને અડીને આવેલા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના જિલ્લા પ્રશાસન દ્વારા આજે ભારતના 74મા ‘બંધારણ દિવસ’ નિમિતે સેલવાસના કલા કેન્‍દ્રમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમનો શુભારંભ મુખ્‍ય અતિથિઓના હસ્‍તે દીપ પ્રાગટ્‍ય કરીને કરવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ‘બંધારણ દિવસ’ અને તેમના મહત્‍વ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ અવસરે દરેકની એકજૂટતામાં ‘બંધારણ દિવસ’ની પ્રસ્‍તાવનાનું વાંચન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે સેલવાસના એસડીએમ સુશ્રી ચાર્મી પારેખ, દાનહ જિલ્લા પંચાયત મુખ્‍ય કાર્યકારી અધિકારી ડૉ. અપૂર્વ શર્મા, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતી વંદનાબેન પટેલ, સેલવાસ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રજનીબેન શેટ્ટી, એસ.ડી.પી.ઓ. શ્રી સિદ્ધાર્થ જૈન, જિલ્લા પ્રશાસનના અધિકારીઓ, કર્મચારીઓ, ચૂંટાયેલ જનપ્રતિનિધિ અને આમ લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

લંડનની બ્રિટિશ સંસદમાં દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે ઈન્‍ડો-યુરોપિયન કોન્‍ક્‍લેવમાં ગુડ ગવર્નન્‍સ ઉપર આપેલું મનનીય વક્‍તવ્‍ય

vartmanpravah

વિલ્સન હિલ ખાતે એડવેન્ચર રસિકો માટે વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓની શરૂઆત કરાઈ

vartmanpravah

વાપી સલવાવ હાઈવે ઓવરબ્રિજ પાસે લક્‍ઝરી બસમાં દારૂના જથ્‍થા સાથે એક ઝડપાયો

vartmanpravah

નવસારી એસ.ઓ.જી.ની ટીમે ખેરગામના ધામધુમાથી લાકડા ભરેલ વગર નંબરની પીકઅપ સાથે 2 ઈસમોની અટક કરી

vartmanpravah

ચીખલી કોલેજમાં 36મી નેશનલ ગેમ્‍સ અવેરનેસ તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજ્‍ય યુવા બોર્ડ કપરાડા દ્વારા વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

Leave a Comment