September 2, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણમાં 74મા ‘બંધારણ દિવસ’ની કરાયેલી ઉજવણીઃ કલેક્‍ટર સૌરભ મિશ્રાએ પ્રસ્‍તાવનાનું કરેલું વાંચન

  • ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સેલવાસ કેમ્‍પસના નંદિતા ગુગનાનીએ ‘બંધારણ દિવસ’ અને તેના મહત્ત્વની આપેલી વિસ્‍તૃત માહિતી

  • ભારતીય બંધારણ એ ઘણી રીતે વિશ્વના અન્‍ય દેશોના બંધારણોથી અલગ છે, પરંતું વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ હોવાને કારણે તે અન્‍ય દેશોથી ઘણું અલગ છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને નેતૃત્‍વમાં આજે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા ભારતના 74મા ‘બંધારણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન સવારે 11:30 કલાકે સરકારી એન્‍જિનિયરિંગ કોલેજ, નાની દમણના સભાખંડમાં કરવામાં આવ્‍યું હતું.
કાર્યક્રમનીશરૂઆત દમણ જિલ્લા કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રા તથા અન્‍ય અતિથિઓ દ્વારા દીપ પ્રાગટય કરીને કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભમાં ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી સેલવાસ પરિસરના શ્રીમતી નંદિતા ગુગનાનીએ ‘બંધારણ દિવસ’ અને તેના મહત્ત્વ વિશે ઉપસ્‍થિત તમામને વિસ્‍તૃત માહિતી આપી હતી. ત્‍યારબાદ અતિથિઓ દ્વારા ‘બંધારણ દિવસ’ માટે આયોજીત કરવામાં વિવિધ સ્‍પર્ધાઓના વિજેતાઓને પુરસ્‍કૃત કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે દમણ જિલ્લા કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રાએ તમામની એકજૂટતામાં ‘બંધારણ દિવસ’ની પ્રસ્‍તાવનાનું વાંચન કર્યું હતું.
આ પ્રસંગે કાયદા સચિવ શ્રી જયંત પાંચાલ, પોલીસ અધિક્ષક શ્રી અમિત શર્મા, દમણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલ, દમણ નગરપાલિકા પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, દમણ જિ.પં. ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશના પ્રમુખ શ્રી સત્‍યેન્‍દ્ર કુમાર, પ્રશાસનિક અધિકારીઓ-કર્મચારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્‍યામાં આમંત્રિતો તથા આમલોકો ઉપસ્‍થિત રહ્યા હતા.
અત્રે યાદ રહે કે, દર વર્ષે 26મી નવેમ્‍બરને ‘બંધારણ દિવસ’ અથવા ‘રાષ્‍ટ્રીય કાયદા દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. આ ખાસ દિવસ 1949ના ઐતિહાસિક દિવસની યાદ અપાવે છે, જ્‍યારે બંધારણ સભા દ્વારાભારતીય બંધારણને લાગુ કરવામાં આવ્‍યું. ભારતીય બંધારણ એ ઘણી રીતે વિશ્વના અન્‍ય દેશોના બંધારણોથી અલગ છે, પરંતું વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ હોવાને કારણે તે અન્‍ય દેશોથી ઘણું અલગ છે.

Related posts

આજે પોસ્‍ટ વિભાગના ગુજરાત સર્કલ દ્વારા સેલવાસની ડોકમર્ડી સરકારી કોલેજ ખાતે જન કલ્‍યાણકારી યોજના પ્રોત્‍સાહન કાર્યક્રમ યોજાશે

vartmanpravah

સેલવાસ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડ ખાતે જીપીએલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah

ચીખલીના તલાવચોરામાં દિપડો દેખાયો

vartmanpravah

રાજ્‍યના નાણાં ઊર્જા અને અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈએ ‘‘નિર્મળ ગુજરાત 2.0” અંતર્ગત વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી

vartmanpravah

દીવ ભાજપે રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારીઓના આયોગના પ્રમુખનું કરેલું ઉષ્‍માભર્યુ સ્‍વાગત

vartmanpravah

દાદરા નગર હવેલીના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે સાંસદ કલાબેન ડેલકરે પ્રશાસકશ્રીના સલાહકારને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment