રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજ્ય, સ્વામી વિવેકાનંદના દરિદ્ર નારાયણ તથા દીન દયાળ ઉપાધ્યાયનું અંત્યોદય સુશાસનનું ઉત્તમ દૃષ્ટાંતઃ ભારત સરકારે કોરોના કાળમાં લીધેલા પગલાં અને અપનાવેલી સમયસૂચકતાથી બીજું કોઈ મોટું સુશાસનનું સ્વરૂપ નથીઃ સાંસદ ઉમેશભાઈ પટેલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
લંડન, તા.13 : લંડનની બ્રિટિશ સંસદમાં તા.11મી સપ્ટેમ્બરથી 14મી સપ્ટેમ્બર સુધી યોજાઈ રહેલ ઈન્ડો-યુરોપિયન આંતરરાષ્ટ્રીય બિઝનેશ કોન્કલેવમાંભારત સહિત અન્ય દેશોના સાંસદો, ધારાસભ્યો, બિઝનેશસ મેનો ભાગ લઈ રહ્યા છે. જેમાં દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલને પણ ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી હતી.
આ કાર્યક્રમમાં સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત હંમેશા વિશ્વને એક પરિવાર તરીકે નિહાળે છે અને ‘વસુધૈવ કુટુંમ્બકમ્’ની ભાવનાથી કામ કરે છે. ભારતમાં લગભગ 122 જેટલી પ્રમુખ ભાષાઓ અને 1500 જેટલી બોલી બોલાય છે અને દર 12 ગામે બોલી બદલાઈ જાય છે. ભારતમાં વિવિધતા અને અનેકતા હોવા છતાં અમારી સરકાર દરેકનું સર્વોપરિતાથી લાલન-પાલન કરે છે. માનવ અધિકાર કાયદાપાલન લોકશાહીનું જતન જેવા અનેક કામો સરકાર સફળતાથી કરી રહી છે.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તથા સ્વામી વિવેકાનંદના દરિદ્ર નારાયણ તથા દીન દયાળ ઉપાધ્યાયનું અંત્યોદય સુશાસન સાથે જોડાયેલું હોવાનું બ્રિટિશ સંસદમાં ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે કોરોના કાળમાં ભારત સરકારે લીધેલા પગલાં અને અપનાવેલી સમયસૂચકતાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, આનાથી મોટું સુશાસનનું બીજું કોઈ દૃષ્ટાંત નથી.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે બ્રિટિશ પાર્લામેન્ટમાં ગુડ ગવર્નન્સ ઉપર પોતાનું મનનીય વક્તવ્ય આપ્યું હતું. દાદરા નગર હવેલી અનેદમણ-દીવના શ્રી ઉમેશભાઈ પટેલ પહેલાં એવા સાંસદ છે કે જેમને વિદેશની ધરતી ઉપર વિદેશી પાર્લામેન્ટમાં પોતાના વિચારો રજૂ કરવાની તક મળી છે.