October 15, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી સલવાવ હાઈવે ઓવરબ્રિજ પાસે લક્‍ઝરી બસમાં દારૂના જથ્‍થા સાથે એક ઝડપાયો

આરોપી કૈલાસ દહાલેએ લક્‍ઝરીની ડીકીમાં 69 હજારનો દારૂ છુપાવ્‍યો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વાપી સલવાવ નેશનલ હાઈવે ઉપરથી ગતરોજ ડુંગરા પોલીસે એક લક્‍ઝરી બસની ડીકીમાં છુપાવેલ 69 હજારના દારૂના જથ્‍થા સાથે મુસાફર આરોપીને ઝડપી પાડયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ વાપી હાઈવે સલવાવ ઓવરબ્રિજ પાસે ડુંગરા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન લક્‍ઝરી બસ નં.આર.જે. 46 બીએ 2115 ને અટકાવી ચેકીંગ કર્યું હતું. કાર્યવાહી દરમિયાન લક્‍ઝરીની ડીકીમાં દારૂ-બિયરની બોટલ નંગ-409 કિં. રૂા.69625નો દારૂનો જથ્‍થો મળી આવ્‍યો હતો. પોલીસે ડ્રાઈવર-કન્‍ડક્‍ટરને પૂછપરછ કરતા જથ્‍થો ભરનાર મુસાફર આરોપી કૈલાસ દહાલે રહે.બાંસવાડા, રાજસ્‍થાનનું નામ જાહેર થયું હતું. કૈલાસએ કબુલ્‍યુ હતું કે આ જથ્‍થો દમણથી લાવી અને સુરતમાં અનિતા તોલસિંહ કટારાના ઘરે પહોંચાડવાનો હતો. પોલીસે તમામ આરોપીઓ વિરૂધ્‍ધ કાયદેસરનીકાર્યવાહી કરી મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Related posts

બે દિવસીય ઉનાઈ મહોત્‍સવનો પ્રારંભ: લોકડાયરો અને લોકનૃત્‍યોને લોકોએ મનભરીને માણ્‍યા

vartmanpravah

કોરોનાના વધતા સંક્રમણને લઈ પ્રશાસનનો મોટો નિર્ણય : આગામી રવિવારથી વલસાડમાં રવિવારી બજાર બંધ

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બિલીયર્ડસ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

ધરમપુર તાલુકામાં બોગસ ડોકટરો પર તંત્રનો છૂપો આશીર્વાદ !

vartmanpravah

દમણ અને દીવનું હિત જ મારી પ્રથમ પ્રાથમિકતાઃ વિજેતા અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલ

vartmanpravah

આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીમાં ‘‘વાઇટલ લેબોરેટરીસ પ્રાઈવેટ લિમિટેડ” દ્વારા જોબ પ્‍લેસમેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment