July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના ખેડૂતોએ હાઈટેન્‍સન લાઈનમાં સંપાદિત થનાર જમીનોનું યોગ્‍ય વળતર આપવા માંગ કરી

400 કેવી અને 765 કેવી સંલગ્ન બીજી આઠ લાઈન પાવરગ્રીડ દ્વારા નાંખવામાં આવનાર છે : નવી જંત્રી મુજબ વળતર માંગ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વલસાડ જિલ્લામાં પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા 400 કે.વી. અને 765 કે.વી. હાઈટેન્‍સન લાઈન નાખવામાં આવનાર છે. જમીન સંપાદન અંગે ખેડૂતોએ વિરોધ દર્શાવીયોગ્‍ય નહી જંત્રી મુજબ વળતર આપવાની માંગ સાથે આજે જિલ્લાના આગેવાન ખેડૂતોએ કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું હતું.
વલસાડ જિલ્લામાં વલસાડ તાલુકામાં 71 ગામ, કપરાડામાં 48 અને પારડીના 26 ગામોમાં હાઈટેન્‍સન લાઈન પાવરગ્રીડ દ્વારા નાંખવામાં આવનાર છે. જેમાં સંપાદિત થનાર જમીનનું એક્‍સપ્રેસ હાઈવે અને બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં ખેડૂતોને વળતર અપાયું છે તે પ્રમાણે નવી જંત્રી મુજબ ખેડૂતોને જમીનનું વળતર મળે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. મુખ્‍ય બે હાઈટેન્‍સન લાઈન સાથે અન્‍ય આઠ લાઈન પણ પસાર થવાની હોવાથી ખેતીવાડી અને બાગાયત જમીનોને માટે નુકશાન થશે તેવી ખેડૂતોએ જમીન આપવાની ના નથી કહેતા પરંતુ તેનું વળતર નવી જંત્રી મુજબ ખેડૂતોને મળે તેવી માંગણી સાથે આજે જિલ્લાના આગેવાન ખેડૂતોએ કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું હતું.

Related posts

દાનહમાં ડેંગ્‍યુની ચપેટમાં આવેલા યુવકનું તેમના વતન રાજસ્‍થાનમાં થયેલું મોત

vartmanpravah

દાનહમાં તેરાપંથ ધર્મસંઘના અગિયારમાં આચાર્ય મહાશ્રમણજીની થયેલી પધરામણી

vartmanpravah

લોકસભાની ચૂંટણી સંદર્ભે વાપીમાં પોલીસ અને આર.પી.એફ.ના જવાનોએ ફલેગ માર્ચ કરી

vartmanpravah

વાપી ચલા શ્રી રંગ અવધૂત કુટિર ખાતે 127મી રંગ જયંતિની ભક્‍તિભાવ પૂર્વક કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

દાનહ-દમણમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયો

vartmanpravah

દીવમાં અલગ અલગ બે જગ્‍યા પર લાગી આગ

vartmanpravah

Leave a Comment