October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ખેરગામ રોડનું કામ શરૂ કરાવવા સરપંચોનું અનોખું આંદોલન: અઠવાડીયામાં રસ્‍તાનું કામ શરૂ ન કરાય તો રસ્‍તાઓ ખોદી રસ્‍તાની વચ્‍ચે કરાશે વૃક્ષારોપણ

વલસાડ તાલુકાના સેગવા ગામના સામાજિક આગેવાન બાબુભાઈ માહ્યાવંશીની આગેવાની હેઠળ વલસાડ અને ખેરગામ વિસ્‍તારના 28 ગામનાં સરપંચોની સહી સાથે વલસાડ જિલ્લા કલેકટરને અલ્‍ટીમેટમ આપવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.28: વલસાડ ખેરગામ રોડનું નવીનકરણનું બંધ થયેલું કામ શરૂ કરાવવા સરપંચોએ અનોખું આંદોલન કરવાની ચેતવણી આપી છે. ફોરેસ્‍ટ ક્‍લિયરન્‍સને અભાવે છ મહિનાથી રસ્‍તાનું કામ બંધ હોય એક અઠવાડિયામાં રસ્‍તાનું કામ શરૂ ન કરાય તો 28 ગામનાં સરપંચોએ માર્ગ અને મકાન વિભાગે બનાવેલા રસ્‍તાઓ ખોદી રસ્‍તાની વચ્‍ચે વૃક્ષોનુંરોપવાની ચેતવણી આપી છે.
આજરોજ વલસાડ તાલુકાના સેગવા ગામના સામાજિક આગેવાન બાબુભાઈ માહ્યાવંશીની આગેવાની હેઠળ વલસાડ અને ખેરગામ વિસ્‍તારના 28 ગામનાં સરપંચોની સહી સાથે વલસાડ જિલ્લા કલેકટરને અલ્‍ટીમેટમ સાથે આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું. જે મુજબ વલસાડ ખેરગામ સ્‍ટેટ હાઇવે રોડ વલસાડ, ખેરગામ અને વાંસદા તાલુકાના 100 થી વધુ ગામડાઓને જોડતો મુખ્‍ય માર્ગ છે. લગભગ દોઢથી બે લાખની વધુની વસ્‍તીને રોજિંદી અવર-જવર માટે આ માર્ગ અસર કરે છે.
આ માર્ગ બનાવવાં રાજ્‍ય સરકારે લગભગ રૂ.19.20 કરોડની ગ્રાન્‍ટ ફાળવી હતી. એજન્‍સીને રોડ બનાવવાનું કામ સોંપતા કામ પણ શરૂ કરાયું હતું. પરંતુ વન વિભાગે ફોરેસ્‍ટ ક્‍લિયરન્‍સનું બહાનું આગળ ધરી અધૂરું કામ અટકાવી દીધું હતું. તેને લીધે આ રોડ પર આવતા માર્ગ અને મકાન વિભાગે નવીનીકરણ માટે તોડી નાખેલાં નાના પુલોના કામ પણ અટકી જતા ગત ચોમાસા પહેલાં સંપૂર્ણ રસ્‍તો બંધ થઈ જાય તેવી સ્‍થિતિ ઉદભવતા 35 થી વધુ ગામના સરપંચોએ આંદોલન કર્યું હતું. જે રજૂઆતોને ધ્‍યાને લઈ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા અંગત રસ લેતાં સરકારે કામ શરૂ કરાવડાવતા ચોમાસા પહેલા માંડ નાના પુલો બની જતાં જેમ તેમ રસ્‍તો વાહનવ્‍યવહાર માટે ચાલુ થઈ શકયો હતો.ગત મે માસમાં માર્ગ અને મકાન વિભાગના તે સમયનાં કાર્યપાલક ઈજનેર એન.એન. પટેલ દ્વારા વલસાડ ખેરગામ તાલુકાના સરપંચોને આ રોડ પર નડતરરૂપ વૃક્ષો દૂર કરી દિવાળી પહેલા રસ્‍તો નવો બની જશે એવી ખાતરી અપાઈ હતી. અડધું વર્ષ વીતી ગયા છતાં માર્ગ અને મકાન વિભાગ અને વન વિભાગ વચ્‍ચે સંકલનના અભાવે હજુ પણ ફોરેસ્‍ટ ક્‍લિયરન્‍સ મળ્‍યું નથી. બંને સરકારી વિભાગો વચ્‍ચે તાલમેલના અભાવે લાખો લોકો વિના વાંકે દુઃખી થઈ રહ્યા હોય અઠવાડીયામાં કામ શરૂ ન થાય તો સરપંચોએ માર્ગ અને મકાન વિભાગે બનાવેલા રસ્‍તાઓ ખોદી રસ્‍તાની વચ્‍ચે વૃક્ષો રોપવાની ચેતવણી આપી છે.
—-

Related posts

દાનહ-દમણ-દીવમાં અનુ.જાતિ / જનજાતિ વિદ્યાર્થીઓને નવા સત્રથી ફ્રી શિપ કાર્ડની સુવિધા શરૂ કરવા કલેક્‍ટર અને શિક્ષણ સચિવ સમક્ષ ગુલાબ રોહિતે કરેલી માંગ

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં વિદ્યાર્થીઓ માટે ‘‘વિદ્યારંભ” કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

સેલવાસ સ્‍કૂલમાં ઘૃણાસ્‍પદ ઘટેલી સામુહિક બળાત્‍કારના વિરોધમાં વલસાડ એબીવીપીએ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ગામડાઓ ખૂંદીને ચોથા દિવસે વલસાડ શહેરમાં આવી પહોંચ્યો

vartmanpravah

શારદા ફાઉન્‍ડેશન અને પોલીસ વિભાગ તેમજ એમ.આર.દેસાઈ આર્ટ્‍સ એન્‍ડ ઈ.ઈ.એલ.કે.કોમર્સ કોલેજ અને કોલેજ ઓફ એપ્‍લાઈડ સાયન્‍સીસ એન્‍ડપ્રોફેશનલ સ્‍ટડીઝના સંયુક્‍ત ઉપક્રમે ચીખલી કોલેજમાં મેગા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

વાપીના ત્રણ તોડબાજ પત્રકારો વિરૂધ્‍ધ વધુ એક ફરિયાદ નોંધાઈ: તબીબ પાસે પાંચ લાખ માંગ્‍યા અને તબીબે 1.80 લાખ આપ્‍યા

vartmanpravah

Leave a Comment