સેલવાસ શહેર અને ખાનવેલ જેવા આદિવાસી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પણ તપાસ માટે આગળ આવતાં પ્રશાસન દ્વારા ચલાવવામાં આવેલ જાગૃતિ અભિયાનની દેખાયેલી અસર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દાદરા નગર હવેલીમાં 17 થી 19મી સપ્ટેમ્બર સુધી રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલીના સહયોગથી આયોજીતત્રિ-દિવસીય સ્મિયર(ગર્ભાશય થેલી) અને મેમોગ્રાફી (સ્તન કેન્સર)ના નિઃશુલ્ક પરિક્ષણમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારની આદિવાસી મહિલાઓ મળી કુલ 293 મહિલાઓએ લાભ લીધો હતો.
સંઘપ્રદેશ પ્રશાસન અને સેવાભાવી સામાજિક સંસ્થા રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલીની મહિલાઓને જાગૃત કરવાના પ્રયાસની ધારી અસર જોવા મળી હતી.