September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી કાંગવઈના ખેતરમાં દીપડો ફરતો હોવાનો વીડિયો વાયરલ થતાં વન વિભાગે પાંજરૂ ગોઠવવાની હાથ ધરેલી તજવીજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.10: ચીખલી તાલુકાના કાંગવઈ ગામે શેરડીના ખેતરમાં દીપડો ફરતો હોવાનો વિડીયો વાઈરલ થતા વનવિભાગે તપાસ કરી પાંજરૂ ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના કાંગવઈ ગામના હાઈસ્‍કૂલ રોડ પર આવેલા પરિમલભાઈના શેરડીના ખેતરમાં દીપડો આરામ ફરમાવતો હોવાનો નજરે ચઢતા તેમણે પોતાની કારમાંથી વિડીયો ઉતારતા બાદમાં દીપડાએ ખેતરમાં અંદર તરફ પ્રયાણ કર્યું હતું. જોકે દીપડાની જાહેરમાં અવાર જવરથી સ્‍થાનિકોમાં ભયનો માહોલ સર્જાવા પામ્‍યો છે.
કાંગવઈ વિસ્‍તારમાં દીપડા સાથે બચ્‍ચા પણ ફરતા હોવાનું સ્‍થાનિકો જણાવી રહ્યા છે. ત્‍યારે વન વિભાગ દ્વારા કાંગવઈ વિસ્‍તારમાં પાંજરૂ ગોઠવવામાં આવે તેવી સ્‍થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.
ચીખલીના આરએફઓ આકાશભાઈ પડશાલાના જણાવ્‍યાનુસાર કાંગવઈમાં દીપડા અંગેની માહિતી સોશ્‍યલ મીડિયાના માધ્‍યમથી મળી છે. જે અંગે તપાસ કરાવી પાંજરૂ ગોઠવવામાં આવશે.
ચીખલી વનવિભાગ દ્વારા 5 થી 7 મે દરમ્‍યાન દીપડાની વસ્‍તી ગણતરી કરવામાં આવતા ચીખલી તાલુકામાં 4 અને ગણદેવા જંગલમાં એક મળી કુલ પાંચ જેટલા દીપડા હોવાનું બહાર આવ્‍યું હતું. દીપડાની ગણતરી પ્રત્‍યક્ષ દર્શન, પગના પંજા, હગાર અને અવાજના આધારે ગણતરી કરવામાં આવી હતી. જોકે તાલુકા ચોમાસા બાદ અનેક ગામોમાં દીપડાઓની અવર જવર વ્‍યાપક પ્રમાણમાં જોવા મળી રહી છે. દીપડાઓના એક સ્‍થળેથીબીજા સ્‍થળે વિચરણ કરતા હોવાથી અલગ અલગ વિસ્‍તારમાં અવાર નવાર જોવા મળતા હોય છે.

Related posts

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘વિશ્વ આત્‍મહત્‍યા નિવારણ દિવસ” ની કરવામાં આવી ઉજવણી

vartmanpravah

દમણ જિલ્લાનું ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ આપત્તિના સામના માટે સજ્જ : એનડીઆરએફ અને કોસ્‍ટ ગાર્ડ સાથે સફળ સંકલન

vartmanpravah

વલસાડ મગોદના મહિલા સરપંચને પંચાયતના કચરાના ટેમ્‍પાનો ખાનગી ઉપયોગ કરતા ડીડીઓએ હોદ્દા ઉપરથી સસ્‍પેન્‍ડ કર્યા

vartmanpravah

વાપી જીઆઈડીસીની જય ફાઈન કેમિકલ કંપનીમાં રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

ભારત સ્‍કાઉટ ગાઈડના રાષ્‍ટ્રીય મુખ્‍યાલય નવી દિલ્‍હીના ઉપ નિર્દેશક દર્શના પાવસકર દાનહની વિશેષ મુલાકાતે

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ટ્રકનું ટાયર ફાટી જતા રેલીંગ તોડી ટ્રક સામેની ટ્રેક ઉપર પલટી ખાઈ ગયો

vartmanpravah

Leave a Comment