Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના આંબોસી ભવઠાણ ગામમાં સંકલ્‍પ યાત્રા આવી પહોંચતા ઉષ્‍માભર્યુ સ્‍વાગત કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.01: વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આંબોસી ભવઠાણ ગામમાં આવી પહોંચતા સરપંચ પ્રવિણાબેન એચ.મોર્યાએ ગ્રામજનો સાથે રથનું સ્‍વાગત કરી સરકારની વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરી તેનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. આરોગ્‍ય ખાતા દ્વારા ગોઠવાયેલા સ્‍ટોલ પર ઓપીડીનો 102 ગ્રામજનોએ લાભ લીધો હતો. જ્‍યારે પીએમ જેએવાય યોજનાનો 2 લોકોએ લાભ લીધો હતો. આ સિવાય એનસીડી સ્‍ક્રીનીંગ 80, સિકલસેલ તપાસ 14 અને ટીબીની તપાસ 4 ગ્રામજનોએ કરાવી હતી. મેરી કહાની, મેરી જુબાની હેઠળ પીએમ કિસાન સન્‍માન નિધિ, પીએમ ગરીબ કલ્‍યાણ અન્ન યોજના, પીએમ જેએવાય અને આઈસીડીએસના લાભાર્થીએ સરકારની ઉપરોક્‍ત યોજનાના લાભથી જીવનમાં થયેલા ફેરફાર અંગે સાફલ્‍ય ગાથા વર્ણવી હતી.

Related posts

સરકારી પ્રાથમિક શાળા કચીગામના હેડમાસ્‍તર રતિલાલ જી. પટેલ સેવા નિવૃત થતાં આપવામાં આવેલું વિદાયમાન

vartmanpravah

વાપી બલીઠાના યુવકને ટાઉન પોલીસમાં બોગસ ફોન કરવો ભારે પડયો

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની અધ્‍યક્ષતામાં દાનહના સાયલી ક્રિકેટ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડમાં વિશાળ લાભાર્થી જનસભા યોજાઈ : પ્રધાનમંત્રી મોદીની ગેરંટી એટલે કામ 100 ટકા પૂર્ણ કરવાનું વચનઃ અમિતભાઈ શાહ

vartmanpravah

એક મહિના પહેલાં વલસાડ માલવણમાં ડિકમ્‍પોઝ હાલતમાં મળેલી મહિલાની લાશનો હત્‍યાનો ભેદ ખુલ્‍યો

vartmanpravah

નાની દમણના સમુદ્ર નારાયણ ઘાટ ખાતે માછી સમાજના આગેવાનોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું કરેલું અભિવાદન

vartmanpravah

‘9 વર્ષ – સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ’ ચિત્ર પ્રદર્શનથી લોકોને મળી વિવિધ લાભદાયી જાણકારીઃ પ્રાચાર્ય ડૉ. યોગેશભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment