સીટી પોલીસે ચાલક અજીત નાગેશ્વર યાદવની ધરપકડ કરી પુટ્ટીપાવડર અને દારૂના જથ્થા સાથે રૂા.18.67 લાખનો મુદ્દોમાલ જપ્ત કર્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12
વલસાડ જિલ્લામાં ભાગ્યે જ કોઈ દિવસ ખાલી જતો હશે કે પોલીસ દારૂ હેરાફેરીના વાહનો ના ઝડપ્યા હોય તેવો એક બનાવ ગતરોજ ધરમપુર રોડ હાઈવે ચોકડી પાસેથી સીટી પોલીસે પુટ્ટી પાવડરની આડમાં ટેમ્પામાં રૂા.13.62 લાખના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ સીટી પોલીસ વલસાડને મળેલી બાતમીના આધારે સેલવાસથી આવી રહેલો દારૂનો જથ્થો ભરેલ ટેમ્પો ઝડપી લીધો હતો. ટેમ્પા નં.એમ.એચ. 04 એ.ટી. 4541માં પુટ્ટી નંગ બેગ 112ની આડમાં દારૂની બોટલ નંગ 2904નો જથ્થો પોલીસને મળી આવ્યો હતો. દારૂની કીંમત રૂા. 13.62 તથા પુટ્ટી-મોબાઈલ મળી કુલ રૂા.18.67 લાખના મુદ્દામાલ સાથે ચાલક અજીત નાગેશ્વર યાદવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જ્યારે ક્લીનર ભાગી છૂટયો હતો. દારૂ ભરાવનાર અને મંગાવનાર ત્રણ ઈસમોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.